દેશના 8 શહેરમાં વધી ઘરોની કિંમત, 3થી 10 ટકાનો થયો ભાવ વધારો

|

Oct 04, 2022 | 8:09 PM

પોતાના સપનાનું ઘર લેવાનું સપનુ હવે ઘણા લોકો માટે સપનુ જ રહી ગયુ છે. મળતી માહિતી અનુસાર હવે દેશના 8 મહાનગરોમાં ઘરની કિંમત (Home Price) વધી ગઈ છે.

દેશના 8 શહેરમાં વધી ઘરોની કિંમત, 3થી 10 ટકાનો થયો ભાવ વધારો
Price of houses increased
Image Credit source: File photo

Follow us on

Price of houses increased : દરેક વ્યક્તિના જીવનની સૌથી મહત્વની જરુરીયાત છે રોટી, કપડા અને મકાન. આ ત્રણ જરુરીયાત માણસના સુખી જીવન માટે ખુબ જરુરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે તેનું પોતાનું ઘર હોય, જેમાં તે પોતાના પરિવાર સાથે ખુશીથી રહી શકે પણ વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય માણસના હાલ બેહાલ થયા છે. જીવનની મહત્વની જરુરીયાત રોટી, કપડા અને મકાન મેળવવા પણ મુશ્કેલ સાબિત થઈ ગયા છે. પોતાના સપનાનું ઘર લેવાનું સપનુ હવે ઘણા લોકો માટે સપનુ જ રહી ગયુ છે. મળતી માહિતી અનુસાર હવે દેશના 8 મહાનગરોમાં ઘરની કિંમત (Home Price) વધી ગઈ છે.

ભારતના સૌથી મોટા 8 શહેરમાં આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન ઘરની કિંમતોમાં વાર્ષિક 3થી 10 ટકા સુધીનો વધારો થયો છે. પ્રોપર્ટીની માંગ વધતા ઓફિસના  ભાડામાં પણ 13 ટકાની વૃદ્ધિ થઈ છે. ભારતીય રિયલ એસ્ટેટ – કાર્યાલય અને આવાસ બજાર જુલાઈ-સપ્ટેમ્બર 2022ના રિપોર્ટ પરથી આ નિષ્કર્ષ બહાર આવ્યુ છે.

મહાનગરોમાં ઘરોની કિંમત વધી ગઈ

રિપોર્ટ અનુસાર, બેંગ્લોરમાં 2022ના વર્ષની ત્રિમાસિક દરમિયાન ઘરોની કિંમતની સાથે સાથે ઓફિસના ભાડામાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રાથમિક આવાસ બજારના આંકડાઓ અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બેંગ્લોરમાં ઘરોની કિંમતનાં 10 ટકા એટલે કે પ્રતિ વર્ગ ફૂટની કિંમત 5,428 રુપિયા થઈ છે. જે પહેલા 8 ટકા એટલે કે પ્રતિ વર્ગ ફૂટ 4,928 રુપિયા હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રિપોર્ટ અનુસાર પૂણે, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં પ્રોપટીની કિંમતમાં છ ટકાનો વધારો થયો છે. પૂણેમાં પ્રતિ વર્ગ ફૂટ 4,250 રુપિયા, મુંબઈમાં 7,170 રુપિયા, ચેન્નાઈમાં 4,300 રુપિયા અને હૈદરાબાદમાં કિંમત 4,977 રુપિયા થઈ છે. દિલ્હી-એનસીઆરમાં ઘરની કિંમત 8 ટકા વધી છે. એટલે કે પ્રતિ વર્ગ ફૂટ 4,489 રુપિયા થઈ છે.

અમદાવાદમાં ઘરોની કિંમતમાં 3 ટકાનો વધારો એટલે કે પ્રતિ વર્ગ ફૂટની કિંમતમાં 2,885 રુપિયાનો વધારો થયો છે. કોલકતામાં ઘરોની કિંમત 4 ટકા વધી છે. કોલકતામાં ઘરોની કિંમતમાં પ્રતિ વર્ગ ફૂટ 3,350 રુપિયાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, દેશના આ ટોચના 8 શહેરમાં આ વર્ષે ત્રિમાસિક ઘરોનું વેચાણ 15 ટકા વધ્યુ છે એટલે કે 73,691 ઘર વેચાયા છે. જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન વેચાણ 40 ટકા વધીને 2,32,396 થઈ છે. કોરોના પછી ધંધા રોજગાર વધતા અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે ઘરોની કિંમત અને ભાડામાં વધારો થયો છે.

Next Article