PPF Claim Status Check: આ 5 સરળ સ્ટેપ દ્વારા ઓનલાઈન PPF ક્લેમ સ્ટેટસ જાણી શકાય, આ રીતે જાણો ખાતામાં પૈસા આવ્યા કે નહીં

|

Apr 28, 2022 | 7:01 AM

પોસ્ટ ઓફિસ માટે અલગ નિયમ છે. તમારે પોસ્ટ ઓફિસની શાખામાં જઈને જ PPF ક્લેમની સ્થિતિ જાણવાની રહેશે. તે માટે તમારે ફોર્મ ભરવું પડશે.  PPF ના પૈસા કેટલા દિવસમાં મળશે તેની તમારે પોસ્ટ ઓફિસમાંથી માહિતી મેળવવી પડશે.

PPF Claim Status Check: આ 5 સરળ સ્ટેપ દ્વારા ઓનલાઈન PPF ક્લેમ સ્ટેટસ જાણી શકાય, આ રીતે જાણો ખાતામાં પૈસા આવ્યા કે નહીં
Public Provident Fund (PPF)

Follow us on

જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માંથી પૈસા ઉપાડવા માટે અરજી કરી હોય તો તેની સ્થિતિ તપાસવી(PPF Claim Status Check) જરૂરી છે. પાકતી મુદત પછી પૈસા તમારા PPF ખાતામાં આવે છે. જોકે  તેને તપાસવાનો નિયમ અલગ છે.  આ માહિતી ફોન અથવા ઈમેલ પર ઉપલબ્ધ નથી તો તમારે ક્લેઇમની સ્થિતિ ઓનલાઈન તપાસવી પડશે. ખાસ વાત એ છે કે જો PPF એકાઉન્ટ ઓનલાઈન ખોલવામાં આવ્યું હોય તો તેના ક્લેમ સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શકાય છે. આ માટે તમારે PPF એકાઉન્ટમાં લોગીન કરવું પડશે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન(PPF Status Check Online) કરવામાં આવે છે. જો તમારું પણ બેંકમાં PPF ખાતું છે તો તમે તેનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો.

પોસ્ટ ઓફિસ માટે અલગ નિયમ છે. તમારે પોસ્ટ ઓફિસની શાખામાં જઈને જ PPF ક્લેમની સ્થિતિ જાણવાની રહેશે. તે માટે તમારે ફોર્મ ભરવું પડશે.  PPF ના પૈસા કેટલા દિવસમાં મળશે તેની તમારે પોસ્ટ ઓફિસમાંથી માહિતી મેળવવી પડશે. આનું કારણ એ છે કે પોસ્ટ ઓફિસની શાખાઓ હજુ સુધી નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી નથી. જો કે સરકારે આ માટે જોગવાઈ કરી છે અને તમામ પોસ્ટ ઓફિસોને કોર બેંકિંગ સોલ્યુશન હેઠળ લાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. ધીમે ધીમે તમામ પોસ્ટ ઓફિસ નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સાથે જોડવામાં આવશે અને તેમનું કામ પણ બેન્કોની જેમ ઓનલાઈન થઈ જશે.

PPF ક્લેમ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તે જાણો

  • જે બેંકમાં તમારું પીપીએફ ખાતું છે ત્યાં જાઓ અને પીપીએફમાં નેટ બેંકિંગ ઉમેરવા માટે કહો. આ માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે
  • તમને નેટ બેન્કિંગનું યુઝર આઈડી મળશે. તમારો પોતાનો પાસવર્ડ બનાવો અને તે બેંકની નેટ બેંકિંગમાં લોગીન કરો. તે પછી PPF ક્લેમ સ્ટેટસની પ્રક્રિયા શરૂ કરો
  • ધ્યાનમાં રાખો કે જ્યારે તમે નેટ બેંકિંગમાં લોગિન કરો છો અને ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરો છો ત્યારે જ તમે તેની સ્થિતિ જોઈ શકશો. દર વખતે સ્થિતિ જાણવા માટે તમારે લોગીન કરવું પડશે અને ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરવી પડશે
  • કેટલીક બેંકો PPF ડિપોઝીટ માત્ર ઓનલાઈન જ જમા કરે છે તેથી PPF ઉપાડની સ્થિતિની તપાસ પણ ઓનલાઈન કરવામાં આવશે
  • જો પોસ્ટ ઓફિસમાં PPF ખાતું ખોલવામાં આવ્યું હોય તો તેની શાખામાં જઈને જ PPF ક્લેમની સ્થિતિ વિશેની માહિતી મેળવી શકાય છે.

 PPF માંથી ક્યારે પૈસા ઉપાડી શકાય

  • ખાતું ખોલ્યા પછી સાતમા વર્ષની શરૂઆતથી આંશિક ઉપાડ કરી શકાય છે
  • દરેક નાણાકીય વર્ષમાં માત્ર એક આંશિક ઉપાડની મંજૂરી આપવામાં આવશે
  • ચાલુ વર્ષના તુરંત પહેલાના વર્ષના અંતે ખાતાના બેલેન્સના 50% અથવા ચાલુ વર્ષના તુરંત પહેલાના ચોથા વર્ષના અંતે ખાતાના બેલેન્સના 50% ઉપાડી શકાય છે.
  • તમારા PPF ખાતામાં રહેલી સંપૂર્ણ રકમ પાકતી મુદત પર જ ઉપાડી શકાય છે.
  • PPF ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષમાં પાકતી મુદત હોય છે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો :  અંકલેશ્વરમાં 3 દાયકા બાદ Airstrip ને ગ્રીન સિગ્નલ મળ્યો, મે મહિનામાં પૂર્ણેશ મોદી ભૂમિપૂજન કરશે

આ પણ વાંચો : FD Interest Rate : શું તમે ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? અહીં જાણો તમને કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article