PNB MetLife એ 4.6 લાખ Policy Holder ને રૂપિયા 532 કરોડનું બોનસ જાહેર કર્યું , કોને મળશે લાભ? જાણો વિગતવાર

|

Jul 15, 2021 | 6:53 PM

PNB MetLife India Insurance Company Limited (PNB MetLife) ના એમડી અને સીઈઓ આશિષકુમાર શ્રીવાસ્તવે કહ્યું હતું કે "ગ્રાહકોને વધુ વિશ્વાસપૂર્ણ ભવિષ્ય બનાવવામાં મદદ કરવાના અમારા હેતુમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. હાલના અણધાર્યા સમયમાં પણ અમારું ધ્યાન અમારા ગ્રાહકોની સુખાકારી પર નિશ્ચિતપણે રહે છે.

PNB MetLife એ 4.6 લાખ Policy Holder ને રૂપિયા 532 કરોડનું બોનસ જાહેર કર્યું , કોને મળશે લાભ? જાણો વિગતવાર
PNB MetLife Announces Bonus for Policyholders

Follow us on

PNB મેટલાઇફ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ (PNB MetLife) એ પોલિસીધારકોને 532 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે. પીએનબી મેટલાઇફ દર વર્ષે ઉત્પાદનો પર સતત બોનસ જાહેર કરતુ રહે છે. આ વર્ષની બોનસ રકમ પાછલા વર્ષના બોનસ 7 ટકાથી વધુ છે. 4.6 લાખ પોલિસી હોલ્ડર(POLICY HOLDER) જેમની પોલિસી 31 માર્ચ, 2021 સુધી ચાલુ હતી તેઓને આ બોનસની રકમનો લાભ મળશે.

પોલિસીહોલ્ડર બોનસ(Policyholder bonus) એ કંપનીના ફંડ દ્વારા પ્રાપ્ત નફામાંનો હિસ્સો છે જે ગ્રાહકોને વિવિધ પ્રસંગો દરમ્યાન આપવામાં આવે છે. PNB મેટલાઇફની મજબૂત ભંડોળ વ્યવસ્થાપન ક્ષમતાઓ અને મજબૂત જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓએ પોલિસીધારકોને ઉચ્ચ બોનસ પે-આઉટ આપવા કંપનીને સક્ષમ બનાવી છે. સ્પર્ધાત્મક બજારમાં મુખ્ય કેટેગરીમાં મહત્વપૂર્ણ peer fund અને બેંચમાર્ક ઇન્ડેક્સ આઉટ પર્ફોમન્સ , PMLI આધારિત પોલિસી તેના પોલિસીધારકોની લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે પસંદગી બનાવે છે.

PNB MetLife India Insurance Company Limited (PNB MetLife) ના એમડી અને સીઈઓ આશિષકુમાર શ્રીવાસ્તવે કહ્યું હતું કે “ગ્રાહકોને વધુ વિશ્વાસપૂર્ણ ભવિષ્ય બનાવવામાં મદદ કરવાના અમારા હેતુમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. હાલના અણધાર્યા સમયમાં પણ અમારું ધ્યાન અમારા ગ્રાહકોની સુખાકારી પર નિશ્ચિતપણે રહે છે. અમને ગર્વ છે અમારી સમજદાર મેનેજમેન્ટ પ્રથાઓથી આ મુશ્કેલ સમય હોવા છતાં આપણે વર્ષોથી અમારા સહભાગી ઉત્પાદનો પર સતત વૃદ્ધિ કરી છે. આ રૂ 53૨ કરોડના બોનસની ઘોષણા ગ્રાહકોને જીવનના દરેક તબક્કે તેમની નાણાકીય આકાંક્ષાઓ સુધી પહોંચવામાં મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

PNB મેટલાઇફ ‘Circle of Life’અભિગમને અનુસરે છે જે જીવનના વિવિધ તબક્કાઓ માટેના ઉકેલો પ્રદાન કરે છે જેમાં બાળ શિક્ષણ, કુટુંબ સંરક્ષણ, લાંબા ગાળાના બચત અને નિવૃત્તિ લાભનો સમાવેશ થાય છે. જીવન વીમા યોજનાઓ ગ્રાહકોને ડિવિડન્ડ વિતરણ દ્વારા સંપત્તિ સંચય કરવાની તક મળે છે સાથે સાથે જીવનની સુરક્ષાની ખાતરી અપાય છે. આ વર્ષે પી.એન.બી. મેટલાઇફ એ પી.એન.બી. મેટલાઇફ સેન્ચ્યુરી પ્લાનજે તમને તમારા સપના પૂરા કરવાની તક પૂરી પાડે છે જીવનકાળની સાથે 100 વર્ષ વય સુધી આવક સાથે તમારું ભવિષ્ય સુરક્ષિત કરે છે.

Next Article