PNB E-Auction: સસ્તું ઘર ખરીદવું છે? આ અહેવાલ તમને મદદરૂપ સાબિત થશે

|

Mar 24, 2022 | 7:35 AM

બેંકો એ મિલકતોની હરાજી કરે છે જે લોકોએ લાંબા સમયથી બેંક પાસેથી લોન લીધેલ છે અને કોઈ કારણસર તેઓ લોનની ચૂકવણી કરી શકતા નથી અથવા તો તેઓ જાણી જોઈને લોન ચૂકવવામાં આનાકાની કરે છે.

PNB E-Auction: સસ્તું ઘર ખરીદવું છે? આ અહેવાલ તમને મદદરૂપ સાબિત થશે
PNB E-Auction

Follow us on

PNB E-Auction: પંજાબ નેશનલ બેંક(Punjab National Bank) ફરી એકવાર મિલ્કતોની હરાજી કરવા જઈ રહી છે. જો તમે પણ સસ્તું ઘર અથવા જમીન ખરીદવાની યોજના ધરાવો છો તો આ તમારા માટે સારી તક હોઈ શકે છે. PNB આ મહિનામાં અત્યાર સુધીમાં 3 વખત ઈ-ઓક્શન કરી ચૂક્યું છે. આજે એટલેકે 24 માર્ચ તમારા માટે સસ્તુ ઘર ખરીદવાની છેલ્લી તક છે. હરાજીમાં બેંકો એ મિલકતોની હરાજી કરે છે જે લોકોએ લાંબા સમયથી બેંક પાસેથી લોન લીધેલ છે અને કોઈ કારણસર તેઓ લોનની ચૂકવણી કરી શકતા નથી અથવા તો તેઓ જાણી જોઈને લોન ચૂકવવામાં આનાકાની કરે છે.

સસ્તી મિલકત ખરીદવની તક

બેંક વતી દેશવ્યાપી ઓનલાઈન મેગા ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. પંજાબ નેશનલ બેંકે જણાવ્યું કે આ હરાજીમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકાશે.

આ પહેલા 3 વખત હરાજી થઈ ચૂકી છે

તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં બેંકે 9 માર્ચ, 15 માર્ચ, 17 માર્ચે પણ ઈ-ઓક્શન કર્યું હતું. હવે આજે એટલે કે 24 માર્ચે તમારી પાસે પ્રોપર્ટી ખરીદવાની બીજી તક છે. આ હરાજી સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે સરફેસ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કોણ ભાગ લઈ શકે છે

પંજાબ નેશનલ બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે તમે PNB મેગા ઈ-ઓક્શનમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકો છો. તેમજ આ મેગા ઓક્શનમાં કોઈપણ ભાગ લઈ શકે છે.

કેટલી મિલકતોની હરાજી થશે

પંજાબ નેશનલ બેંકની આ હરાજીમાં 13838 રહેણાંક મિલકતો, 2869 કોમર્શિયલ મિલકતો, 1493 ઔદ્યોગિક મિલકતો અને 107 કૃષિ મિલકતોની હરાજી કરવામાં આવી રહી છે.

સત્તાવાર વેબસાઇટ તપાસો

આ મેગા હરાજી વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર લિંક https://ibapi.in/ પર જઈ શકો છો. અહીં તમને આ હરાજી સંબંધિત તમામ માહિતી વિગતવાર મળશે.

આ મિલકતોની હરાજી કરવામાં આવશે

બેંકો એ મિલકતોની હરાજી કરે છે જે લોકોએ લાંબા સમયથી બેંક પાસેથી લોન લીધેલ છે અને કોઈ કારણસર તેઓ લોનની ચૂકવણી કરી શકતા નથી અથવા તો તેઓ જાણી જોઈને લોન ચૂકવવામાં આનાકાની કરે છે. આવા લોકોની જમીન કે મિલ્કત બેંક દ્વારા કબજે કરવામાં આવે છે. થોડા સમય પછી બેંકો આવી મિલકતની હરાજી કરે છે અને હરાજી કરાયેલી મિલકતમાંથી તેમના નાણાં વસૂલ કરે છે.

આ પણ વાંચો :મેક  ઇન ઇન્ડિયાનો સિંહ સમગ્ર વિશ્વમાં જોરથી કરી રહ્યો છે ગર્જના, ભારતે પહેલીવાર 400 અરબ ડોલરના નિકાસનો લક્ષ્ય કર્યો હાંસલ

આ પણ વાંચો : અદાણી પોર્ટે 300 મેટ્રીક ટન કાર્ગો પરિવહનનો વિક્રમ સર્જ્યો, કંપની પાસે દેશની કુલ પોર્ટ ક્ષમતાનો 24 ટકા હિસ્સો

Next Article