PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે આવશે ? આ ખેડૂતોને નહીં મળે લાભ
દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે.
દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 6 હજાર રૂપિયાની આ આર્થિક સહાય દર વર્ષે ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાઓ દ્વારા આપવામાં આવે છે.
દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ 15 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે, સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
દેશના ખેડૂતો જે યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે. સરકાર તેમના પ્રત્યે ખૂબ જ કડક છે. આ કારણોસર, ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી ફરજિયાત બનાવી છે. ત્યારે જે ખેડૂતોએ હજુ સુધી તેમના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી અને યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવ્યું નથી. તેમને 16મો હપ્તો મળશે નહીં. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માંગો છો. તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો.