PM KISAN: આજે 9.5 કરોડ ખેડુતોના ખાતામાં 8 માં હપ્તાના રૂપિયા 2000 જમા થશે ,જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો

|

May 14, 2021 | 12:29 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 8 માં હપ્તાની રકમ આજે આપશે.

PM KISAN: આજે 9.5 કરોડ ખેડુતોના ખાતામાં 8 માં હપ્તાના રૂપિયા 2000  જમા થશે ,જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો
આજે ખેડુતોને PM-KISANની 8માં હપ્તાની રકમ મળશે

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 8 માં હપ્તાની રકમ આજે આપશે. પીએમ મોદીએ ​​ટ્વિટ કર્યું છે કે 14 મે નો દિવસ દેશના ખેડુતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે 11 વાગ્યે PM-KISANની 8 મોં હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદી દેશના ખેડૂતો સાથે પણ વાતચીત કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) ના અનુસાર પીએમ મોદી 8 માં હપ્તામાં 9.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,000 કરોડ રૂપિયા જમા કરશે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

જાણી લો તમારા ખાતાનું સ્ટેટ્સ
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું છે કે ખેડૂત લાભાર્થીઓએ તેમની સ્થિતિ ચકાસવા Waiting for approval by state / Rft Signed by State Government અથવા FTO is Generated and Payment confirmation is pending નું સ્ટેટ્સ ચોક્સી લેવું જોઈએ.જો FTO is Generated and Payment confirmation is pending મેસેજ પીએમ કિસાન પોર્ટલ પર જોવા મળેછે તો તેનો અર્થ એ કે તમારી હપ્તાની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.
2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

8 માં હપ્તા ની રકમ ન મળે તો હેલ્પલાઈન પર ફરિયાદ કરો
જો કિસાન સન્માન નિધિનો 8 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.

Next Article