PIB Fact Check of PM Mudra Loan: શું માત્ર 4500 રૂપિયાનો ખર્ચ કરવાથી સરકાર આપશે 10 લાખ રૂપિયાની લોન? જાણો સરકારની સ્પષ્ટતા

|

Aug 09, 2022 | 7:43 AM

નાણા મંત્રાલયના નામે વાયરલ થઈ રહેલા આ પત્રની PIB એ તથ્ય-તપાસ કરી છે. આ પત્રમાં પીએમ મુદ્રા લોન(Pradhan Mantri Mudra Loan)ના નામે જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે.

PIB Fact Check of PM Mudra Loan: શું માત્ર 4500 રૂપિયાનો ખર્ચ કરવાથી સરકાર આપશે 10 લાખ રૂપિયાની લોન? જાણો સરકારની સ્પષ્ટતા
Symbolic Image

Follow us on

PIB Fact Check of PM Mudra Loan: આજકાલ બેંકિંગ સિસ્ટમ(Banking Systems)માં ઘણા મોટા ફેરફારો થયા છે. ડિજિટલાઈઝેશનની વધતી જતી અસર સાથે બેંકિંગ સેવાઓ પણ ડિજિટલ બની ગઈ છે. આજકાલ ગ્રાહકોને લોન સરળતાથી ઓનલાઈન મળી રહે છે પરંતુ ઈન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાઈબર ફ્રોડ(Cyber Fraud)ના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક પત્ર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (Pradhan Mantri Mudra Loan) દ્વારા 10 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે.

મેસેજ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ગણતરીની પળોમાં 10 લાખ રૂપિયાની પીએમ મુદ્રા લોન(Pradhan Mantri Mudra Loan) ને મંજૂરી આપશે. આ માટે તમારે માત્ર 4,500 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ પત્રને PIBએ ફેક્ટ-ચેક (PIB Fact Check) કર્યું છે. અમે તમને જણાવી રહ્યા છે કે આ વાયરલ પત્રનું સત્ય શું છે?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

PIB એ ટ્વીટ કરીને માહિતી આપી

નાણા મંત્રાલયના નામે વાયરલ થઈ રહેલા આ પત્રની PIB એ તથ્ય-તપાસ કરી છે. આ પત્રમાં પીએમ મુદ્રા લોન(Pradhan Mantri Mudra Loan)ના નામે જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. આ સાથે, હકીકત તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાં મંત્રાલયે આવો કોઈ પત્ર જારી કર્યો નથી. નાણા મંત્રાલયે પ્રોસેસિંગ ફીના નામે 4,500 રૂપિયાની માંગણી કરી નથી. આવી સ્થિતિમાં વિચાર્યા વિના કોઈપણ ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરો.

પીએમ મુદ્રા લોન શું છે?

કેન્દ્ર સરકારે દેશમાં બેરોજગારી દૂર કરવા અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પીએમ મુદ્રા લોન શરૂ કરી હતી. સરકારે આ યોજના નાણાકીય વર્ષ 2015-2016માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર લોકોને ત્રણ પ્રકારની લોન આપે છે. આ યોજના હેઠળ પ્રથમ શિશુ લોન રૂ. 50 હજાર સુધીની, બીજી કિશોર લોન રૂ. 5 લાખ અને તરુણ લોન રૂ. 10 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે.

Next Article