AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PharmEasy IPO : દેશની એકમાત્ર યુનિકોન Online Pharmacy કંપની IPO લાવશે, ટૂંક સમયમાં સેબીમાં DRHP ફાઇલ કરાશે

API Holdings ટૂંક સમયમાં SEBIમાં IPO માટે DRHP એટલે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એક પ્રકારનો ઑફર દસ્તાવેજ છે જેમાં કંપની અને તેના વ્યવસાય વિશે વિગતવાર માહિતી દર્શાવે છે.

PharmEasy IPO :  દેશની એકમાત્ર યુનિકોન Online Pharmacy કંપની IPO લાવશે, ટૂંક સમયમાં સેબીમાં DRHP ફાઇલ કરાશે
Upcoming IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 7:23 AM
Share

દેશના IPO માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO લાવી રહી છે. હવે ઓનલાઇન ફાર્મસી કંપની PharmEasy પણ IPO લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની ની મૂળ કંપની API Holdings ટૂંક સમયમાં SEBIમાં IPO માટે DRHP એટલે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એક પ્રકારનો ઑફર દસ્તાવેજ છે જેમાં કંપની અને તેના વ્યવસાય વિશે વિગતવાર માહિતી દર્શાવે છે.

IPOની ઈશ્યુ સાઈઝ 6,000 થી 6,500 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ API હોલ્ડિંગ્સના IPOની ઇશ્યુ સાઈઝ રૂ 6,000 થી 6,500 કરોડની રહી શકે છે. આ IPO માટે કંપનીનું મૂલ્ય 7 અરબ ડોલરથી વધુ આંકવામાં આવી શકે છે. આ IPO સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હશે. તેના દ્વારા કંપની તેની બિઝનેસ જરૂરિયાતો માટે નાણાં એકત્ર કરશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ ઈશ્યુમાં કોઈ ઓફર ફોર સેલ નહીં હોય એટલે કે પ્રમોટર્સ અથવા અન્ય શેરધારકો તેમાં કોઈ હિસ્સો વેચશે નહીં.

કંપનીનું મૂલ્ય આશરે 9.5 અબજ ડોલર પ્રાઈવેટ માર્કેટની હાલની માંગ પ્રમાણે કંપનીનું વેલ્યુએશન 9.5 બિલિયન ડોલર આસપાસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ખાનગી બજારમાં માંગની સરખામણીમાં IPOની કિંમત 25 ટકા ડિસ્કાઉન્ટ પર રાખવા માંગે છે. કંપની જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022 સુધીમાં બજારમાં લિસ્ટિંગ કરવા માગે છે. જો કે તે સેબીની મંજૂરીને આધીન રહેશે.

Thyrocare માં API હોલ્ડિંગ્સની મોટો હિસ્સેદારી API હોલ્ડિંગ્સે Thyrocareમાં બહુમતી હિસ્સો લીધો છે. જો કે સંપાદનની પ્રક્રિયા હજુ ચાલુ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Thyrocare માં API Holdings ની બહુમતી હિસ્સેદારી થઈ જશે.

ટૂંક સમયમાં 7 કંપનીઓ 28000 કરોડ એકત્રિત કરવા IPO લાવશે રોકાણકારોને આવનારા સમયમાં 7 કંપનીઓમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ PolicyBazaar IPO અને Paytm IPO સહિત અડધા ડઝનથી વધુ કંપનીઓના નવા IPOને મંજૂરી આપી છે જેની કિંમત 28,000 કરોડ રૂપિયા છે. આ કંપનીઓએ જુલાઈથી ઓગસ્ટ વચ્ચે IPO સંબંધિત દસ્તાવેજો સેબીને સુપરત કર્યા હતા. માર્કેટ રેગ્યુલેટરે ઓક્ટોબર દરમિયાન તેમને મંજૂરી આપી હતી.

જે કંપનીઓને SEBI તરફથી IPOની મંજૂરી મળી છે તેમાં ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક(ESAF Small Finance Bank), સેફાયર ફૂડ્સ ઇન્ડિયા(Sapphire Foods India) અને આનંદ રાઠી વેલ્થ (Anand Rathi Wealth)નો સમાવેશ થાય છે. આ સિવાય પૈસાબજાર(Paisabazaar), પીબી ફિનટેક(PB Fintech), લાઈફ સાયન્સ કંપની ટારસન પ્રોડક્ટ્સ (Tarsons Products) અને એચપી એડહેસિવ્સ(HP Adhesives)ને પણ આઈપીઓ માટે મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓના શેર પણ BSE અને NSE પર લિસ્ટ થશે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની શું છે કિંમત?

આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર ! આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12 ટકા સુધીનો વધારો કરાયો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">