AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Transfer : નોકરી બદલ્યા પછી EPFO પોર્ટલ પર ઘરે બેઠા PF ટ્રાન્સફર કરી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ઘણી વખત નોકરી બદલાઈ જતાં લોકો જુનું પીએફ એકાઉન્ટ નવામાં ટ્રાન્સફર કરતા નથી જેના કારણે નવી કંપનીમાં પીએફનું યોગદાન નવા અલગ પીએફ ખાતામાં જવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં, વધારે નોકરી બદલતા ઘણા લોકોના એકથી વધુ પીએફ એકાઉન્ટ થઇ જાય છે.

PF Transfer : નોકરી બદલ્યા પછી EPFO પોર્ટલ પર ઘરે બેઠા PF ટ્રાન્સફર કરી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:21 AM
Share

શું તમે તાજેતરમાં નોકરી બદલી છે? છેલ્લી વખત જ્યારે તમે નોકરી બદલી ત્યારે તમે પ્રોવિડન્ટ ફંડ (PF) ને નવા PF માં ટ્રાન્સફર કર્યું. જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય પણ છો તો તમે PF ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો. જ્યારે તમે નોકરીઓ બદલો છો, ત્યારે તમારે તમારા જૂના EPF ખાતામાંથી નવી કંપનીના EPF ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા પડશે જેથી તમને PF ની કુલ રકમ પર વધુ વ્યાજ મળી શકે. આ અહેવાલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારો પીએફ કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો.

નોકરી દરમિયાન કર્મચારીઓના પગારનો અમુક હિસ્સો કર્મચારી ભવિષ્ય નિધિ (PF) ના રૂપમાં જમા થાય છે. આ નાણાંનો ઉપયોગ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત નોકરી બદલાઈ જતાં લોકો જુનું પીએફ એકાઉન્ટ નવામાં ટ્રાન્સફર કરતા નથી જેના કારણે નવી કંપનીમાં પીએફનું યોગદાન નવા અલગ પીએફ ખાતામાં જવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં, વધારે નોકરી બદલતા ઘણા લોકોના એકથી વધુ પીએફ એકાઉન્ટ થઇ જાય છે. જો તમે આ સમસ્યાને ટાળવા માંગતા હો અને જૂના પીએફ એકાઉન્ટમાંથી ભંડોળને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માંગતા હોય તો પછી સરળ પ્રક્રિયા અનુસરો…

PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા

  • જો તમે તમારા જૂના પીએફ ફંડને નવામાં ટ્રાન્સફર કરવા માંગતા હોય તો પછી તમે EPFO ની ઓફિશિયલ વેબસાઈટ https: // unifiedportal પર જાઓ અને તમારા UAN અને પાસવર્ડને અહીં દાખલ કરીને લોગીન કરો
  •  આ પછી Online Services ના વિકલ્પ પર જાઓ. અહીં તમે ‘વન મેમ્બર – વન ઇપીએફ એકાઉન્ટ (ટ્રાન્સફર વિનંતી)’ વિકલ્પ પર ક્લિક કરો.
  •  હવે વર્તમાન એપોઇન્ટમેન્ટથી સંબંધિત વ્યક્તિગત માહિતી અને પીએફ એકાઉન્ટની ચકાસણી કરો. આ પછી Get Details વિકલ્પ પર ક્લિક કરો. આ કર્યા પછી તમે જૂની કંપનીની પીએફ એકાઉન્ટ વિગતો જોશો.
  • ઓનલાઇન ક્લેઇમ ફોર્મ પસંદ કરવા માટે પાછલા એમ્પ્લોયર અને વર્તમાન એમ્પ્લોયર પાકી એક પસંદ કરો. હવે આઈડી અથવા UAN દાખલ કરો.
  • છેલ્લે ‘Get OTP’’ વિકલ્પ પર ક્લિક કરો. આ કર્યા પછી, તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. એ દાખલ કરી સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા દ્વારા તમારા જૂના પીએફ એકાઉન્ટને નવામાં સ્થાનાંતરિત કરવા માટે ઓનલાઇન અરજી સબમિટ કરવામાં આવશે.
  • એપ્લિકેશનના 10 દિવસની અંદર, તમારી ઓનલાઇન પીએફ ટ્રાન્સફર એપ્લિકેશનની સ્વ-પ્રમાણિત નકલ પીડીએફ ફાઇલમાં પસંદ કરેલી કંપની અથવા સંસ્થાને સબમિટ કરો. જો કંપની અથવા સંસ્થા પીએફ ટ્રાન્સફર વિનંતી ડિજિટલ રીતે સ્વીકારે છે, તો જૂની કંપનીનું પીએફ એકાઉન્ટ નવામાં ટ્રાન્સફર થાય છે.

આ કામ ભૂલશો નહિ ઓનલાઈન અરજી સબમિટ કર્યાના 10 દિવસમાં PDF ફાઈલમાં કંપની અથવા સંસ્થાને ઓનલાઈન પીએફ ટ્રાન્સફર અરજીની સ્વ-પ્રમાણિત નકલ સબમિટ કરાવી પડશે. આ પ્રક્રિયા બાદ કંપની તેને મંજૂરી આપશે. એકવાર મંજૂર થયા પછી પીએફને હાલની કંપની સાથે નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાંચો :  Mukesh Ambani ની કંપનીનો શેર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છતાં Reliance નું રેટિંગ ઘટાડાયું? જાણો શું છે કારણ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">