PF Interest Rate: નોકરિયાતો માટે માઠાં સમાચાર, PF ઉપર ઘટી શકે છે વ્યાજ

|

Feb 17, 2021 | 7:50 AM

PF Interest Rate:કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે માઠાં સમાચાર છે. આગામી દિવસોમાં તમારા પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ પાર કાપ આવી શકે છે. સરકાર આ વર્ષે વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે.

PF Interest Rate: નોકરિયાતો માટે માઠાં  સમાચાર, PF ઉપર ઘટી શકે છે વ્યાજ
EPFO

Follow us on

PF Interest Rate: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે માઠાં સમાચાર છે. આગામી દિવસોમાં તમારા પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ પાર કાપ આવી શકે છે. સરકાર આ વર્ષે વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે. સરકારે બજેટમાં ખર્ચ વધાર્યો છે. આ ખર્ચને પહોંચી વળવા અને આવક પેદા કરવા માટે પીએફના વ્યાજના દર પર કાતર ચલાવી શકાય છે. Taxspanner ના CEO અને સહ-સ્થાપક, સુધીર કૌશિકએ આશંકા વ્યક્ત કરી હતી કે સરકાર આગામી દિવસોમાં પ્રોવિડન્ટ ફંડ્સનું વ્યાજ ઘટાડી શકે છે. EPFO બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસને કારણે પીએફનું યોગદાન ઘટી ગયું છે અને ક્લિયરન્સ વધ્યું છે. ગયા વર્ષે પણ વ્યાજના દરમાં ઘટાડો કરાયો હતો.

કેટલું વ્યાજ ઓછું થઈ શકે
EPF પર હાલનો વ્યાજ દર 8.50 ટકા છે, જે સાત વર્ષમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ 2019 માં આ દર 8.65 ટકા હતો. પાછલા નાણાકીય વર્ષમાં, બધા પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ધારકોને 8.50 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. જો સૂત્રોનું માનીએ તો, આ વખતે પીએફ વ્યાજ દરમાં ઘટાડો કરી શકાય છે. તેનો અર્થ એ કે આગામી દિવસોમાં વ્યાજ 8.50 ટકાથી ઓછું રહેશે. ઇપીએફઓ મોટાભાગનો હિસ્સો સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.

4 માર્ચની બેઠકનો નિર્ણય લેવામાં આવશે
EPFOના વ્યાજના દરનો નિર્ણય આગામી બોર્ડ મીટિંગમાં લેવાશે. ઇપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની 228 મી બેઠક 4 માર્ચ 2021 ના ​​રોજ યોજાવાની છે. ફાઇનાન્સ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી (FIAC) એ મૂલ્યાંકન કરી રહી છે કે ઇપીએફઓ ઉપાડ અને થાપણોમાં ઘટાડાથી 2020-21 ની આવક પર કેટલું અસર થશે. સૂત્રો અનુસાર સીબીટીની બેઠક પહેલાં FIACની મીટિંગ થઈ શકે છે જેમાં વ્યાજના દરમાં ફેરફાર કરવાની ભલામણ કરી શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

BUDGET 2021 માં ટેક્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા
પ્રોવિડન્ટ ફંડ (PF) બજેટ 2021 પછી સૌથી વધુ ચર્ચામાં છે. પી.એફ. માટે ફાળો મર્યાદિત કરવામાં આવ્યો છે. વાર્ષિક 2.5 લાખ સુધીનું રોકાણ કરમુક્ત છે. આથી ઉપરના રોકાણોમાં હવે તેમના ટેક્સ બ્રેકેટ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. નવા નિયમમાં ઊંચી આવકના બ્રેકેટવાળા લોકોને પીએફ પરના વ્યાજની છૂટ ઓછી કરવામાં આવી છે. જો પી.એફ. માં વ્યક્તિનું વાર્ષિક ફાળો 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેને 2.5 લાખ રૂપિયાથી વધુની રકમ પર જે પણ વ્યાજ મળે છે તેના પર તેણે ટેક્સ ભરવો પડશે.

Next Article