Petrol – Dieselની કિંમત હજુ પણ વઘી શકે છે, જાણો શું છે કારણ

|

Mar 25, 2021 | 11:19 AM

પેટ્રોલ અને ડીઝલ (Petrol - Diesel )ના રેકોર્ડ ભાવ વચ્ચે વધુ એક માઠાં સમાચાર આવી રહ્યા છે. ઓઇલ ઉત્પાદક દેશોના ઓર્ગેનાઇઝેશન OPECએ નિર્ણય લીધો છે કે તે તેલ ઉત્પાદનના વર્તમાન સ્તરને યથાવત રાખશે. અ

Petrol - Dieselની કિંમત હજુ પણ વઘી શકે છે, જાણો શું છે કારણ
Petrol Pump - File Photo

Follow us on

પેટ્રોલ અને ડીઝલ(Petrol – Diesel )ના રેકોર્ડ ભાવ વચ્ચે વધુ એક માઠાં સમાચાર આવી રહ્યા છે. ઓઇલ ઉત્પાદક દેશોના ઓર્ગેનાઇઝેશન OPECએ નિર્ણય લીધો છે કે તે તેલ ઉત્પાદનના વર્તમાન સ્તરને યથાવત રાખશે. અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓપેક પ્લસ દેશો ગુરુવારે તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કરશે. ઉત્પાદન સ્તર જાળવવાના નિર્ણયને લીધે વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો શક્ય છે. ઘરેલું ગેસના ખર્ચ પર પણ તેની અસર પડી શકે છે. દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત ત્રીજા દિવસે સ્થિર રહ્યા છે.

ઓપેક પ્લસ દેશોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કોરોના વાયરસના નવા સ્વરૂપોના સંક્રમણને કારણે આર્થિક પ્રવૃત્તિ નબળી રહેવાની ચિંતા છે. સાઉદી અરેબિયાના નેતૃત્વમાં ઓપેક દેશો અને રશિયાના નેતૃત્વમાં ઓપેકના સહયોગી દેશોના તેલ ઉત્પાદક દેશોની વર્ચુઅલ મીટિંગમાં તેલ ઉત્પાદકોએ ઉત્પાદનમાં કાપ મૂકવાની હાલની સર્વસંમતિને સમર્થન આપવામાં આવ્યું હતું. આમાં મહત્ત્વની વાત એ છે કે વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક સાઉદી અરેબિયા ઓછામાં ઓછા એપ્રિલ સુધી દરરોજ એક મિલિયન બેરલ કાપવાનું ચાલુ રાખશે. તાજેતરના કરાર હેઠળ રશિયા અને કઝાકિસ્તાન તેલના ઉત્પાદનમાં થોડો વધારો કરી શકે છે.

વિશ્લેષકોને ઉત્પાદન વધવાની આશા હતી
ઘણા વિશ્લેષકોનું અનુમાન હતું કે ઓપેક અને તેના ભાગીદારો દ્વારા ઉત્પાદનમાં થોડો વધારો કરી શકે છે. તેમનું માનવું હતું કે જો ઝડપથી ઉત્પાદનમાં વધારો કરવામાં નહીં આવે તો તેલના ભાવમાં વધારો થઈ શકે છે. યુએસ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો વાયદો ગુરુવારે 5.6 ટકા વધીને પ્રતિ બેરલ 64.70 ડોલર પર પહોંચ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની આજની કિંમત
શહેર           પેટ્રોલ       ડીઝલ
દિલ્લી         91 .17     81 .47
કોલકાતા    91 .35     84 .35
મુંબઈ         97.57     88 .60
ચેન્નાઇ        93 .11     86.45
અમદાવાદ 88 .31    87.74

Published On - 9:11 am, Fri, 5 March 21

Next Article