સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.આ અગાઉ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતોત્યારથી ભાવ સ્થિર રહ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દેશમાં રેકોર્ડ કિંમતે ઈંધણનું વેચાણ થઈ રહ્યું છે. મોંઘા ઇંધણના કારણે જરૂરી ચીજવસ્તુ મોંઘી થઈ રહી છે. કારણ કે માલનું પરિવહન ભાડું વધ્યું છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર સામાન્ય માણસ પર પડી રહી છે.
જો આપણે આજે ઈંધણની કિંમત જોઈએ તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ કિંમતો સ્થિર છે. મંગળવારે રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં ઈંધણના ભાવમાં 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
દિલ્હી-મુંબઈમાં શું છે ભાવ?
નવા રેટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા પ્રતિ લિટર છે બીજી તરફ ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.48 પૈસા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી સ્તરે છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.49 | 88.92 |
Mumbai | 107.52 | 96.48 |
Chennai | 99.20 | 93.52 |
Kolkata | 101.82 | 91.98 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
આ પણ વાંચો : TCS નું માર્કેટ કેપ રૂ 13.5 લાખ કરોડને પાર પહોંચ્યું , આ સિદ્ધિ હાંસલ કરનાર દેશની બીજી કંપની
આ પણ વાંચો : શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા
Published On - 8:21 am, Thu, 26 August 21