Petrol Diesel Price Today: ભડકે બળતા ભાવની આગ ક્યારે ઠરશે?આજે પણ મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

|

Oct 15, 2021 | 7:30 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.17 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.87 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: ભડકે બળતા ભાવની આગ ક્યારે ઠરશે?આજે પણ મોંઘા થયા પેટ્રોલ - ડીઝલ
File Image of Petrol Pump

Follow us on

ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol diesel price hike)માં ભારે વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરી સામાન્ય માણસને આંચકો આપ્યો છે. આજે દશેરાના દિવસે એટલે કે શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 105.14 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.17 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.87 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
City Petrol Diesel
Delhi 105.2 93.93
Mumbai 111.09 101.78
Chennai 102.40 98.26
Kolkata 105.76 96.98

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : High Return Stocks : 25 રૂપિયાથી ઓછી કિંમતની શ્રેણીના સ્ટોક્સે ૧ વર્ષમાં આપ્યું 15000% સુધી રિટર્ન, જાણો આ Penny stocks વિશે અહેવાલમાં

 

આ પણ વાંચો : Income Tax: કર્મચારી WORK FROM HOME કરતાં હોય તો HRA કેવી રીતે Claim કરી શકાય? જાણો શું છે નિયમ

 

Next Article