Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલના ભાવની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા

|

Sep 23, 2022 | 7:31 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલના ભાવની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા
Petrol Diesel Price Today

Follow us on

છેલ્લા 24 કલાક દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે શુક્રવારે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં યુપી અને બિહારમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. રાજધાની દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ સ્થિર છે. ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ એક ડોલર વધીને બેરલ દીઠ 90.50 ડોલર થઈ ગઈ છે જ્યારે WTI લગભગ એક ડોલર વધીને 83.65 પ્રડોલર તિ બેરલ ટ્રેડ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મહાનગરોમાં ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:31 am, Fri, 23 September 22

Next Article