Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

|

Dec 09, 2021 | 7:04 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today:સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ ડીઝલના નવા દરો (Petrol Diesel Price Today)જાહેર કર્યા છે. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. દેશમાં ઈંધણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

ફ્યુલ પર ટેક્સ
પેટ્રોલના લિટર દીઠ રૂ. 1.40 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ. 11 વધારાની એક્સાઇઝ ડ્યુટી, રૂ. 13 રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, અને રૂ. 2.5 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલવામાં આવે છે. ટેક્સની સંપૂર્ણ રકમ રૂ. 27.90 છે જ્યારે ડીઝલ માટે રૂ 1.80 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ. 8 વિશેષ એક્સાઇઝ ડ્યુટી, રૂ. 8 રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, રૂ. 4 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ મળી કુલ રૂ. 21.80 ટેક્સ વસૂલાય છે.

 

આ પણ વાંચો :  EPFO : કર્મચારીઓને નિઃશુલ્ક મળશે 7 લાખનો લાભ, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : IRCTC Tour Package : નાતાલની રજાઓમાં માણો ફરવા જવાનો આનંદ, IRCTC લાવ્યુ છે સસ્તુ રેલ ટુર પેકેજ

Next Article