Petrol Diesel Price Today : આ શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ઘટાડાઓ થયો, તમારા શહેરમાં શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા

|

Sep 09, 2022 | 7:32 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આ શહેરમાં પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડાઓ થયો, તમારા શહેરમાં શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા
Petrol Pump - File Image

Follow us on

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરની નીચે પહોંચ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટતાં  ભાવના કારણે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતો(Petrol Diesel Price Today) પણ નીચે આવવાની લોકો આશા સેવી રહ્યા છે. આ વચ્ચે દેશના ચાર મહાનગરોમાં શુક્રવારે સવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતનમાં મહાનગરોમાં પણ કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ  યુપીની રાજધાની લખનૌમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે, જ્યારે બિહારની રાજધાની પટનામાં તેના ભાવમાં ઘટાડો થયો છે.

દેશના ચાર મહાનગરોમાં શુક્રવારે સવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ યુપી-બિહારના શહેરોમાં તેની કિંમતોમાં ફેરફાર થયો છે.

જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન તેની કિંમતોમાં ખાસ ફેરફાર થયો નથી. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 0.67 ડોલર વધીને 88.97 ડોલર પ્રતિ બેરલ થઈ છે જ્યારે WTIનો દર 0.84 ડોલર વધીને 83.25 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:32 am, Fri, 9 September 22

Next Article