Petrol Diesel Price: આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જાણો આજનો ભાવ

|

Jan 27, 2021 | 10:49 AM

આજે ફરી એકવાર ડીઝલ-પેટ્રોલના ભાવ(Petrol Diesel Price)માં તેજી જોવા મળી છે. ગઈકાલે પ્રજાસત્તાક દિને પણ ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે બુધવારે ડીઝલ-પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

Petrol Diesel Price: આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જાણો આજનો ભાવ
Petrol Pump - File Photo

Follow us on

આજે ફરી એકવાર ડીઝલ-પેટ્રોલના ભાવ(Petrol Diesel Price)માં તેજી જોવા મળી છે. ગઈકાલે પ્રજાસત્તાક દિને પણ ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે બુધવારે ડીઝલ-પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશની રાજધાનીમાં ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે પેટ્રોલના ભાવ પણ લિટર દીઠ રૂ 86.30 ની સપાટીએ નોંધાયા છે. એટલે કે આજે ડીઝલ અને પેટ્રોલ બંનેમાં 25-25 પૈસાનો વધારો જોવા મળ્યો છે.

પ્રજાસત્તાક દિને પણ કિંમતોમાં વધારો નોંધાયો હતો
પેટ્રોલની સાથે ડીઝલના ભાવ રેકોર્ડ બનાવવાની દિશામાં દેખાઈ રહ્યા છે. અનુમાન હતું કે પ્રજાસત્તાક દિન પર ડીઝલ-પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં, પરંતુ આ દિવસે પણ ડીઝલ-પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે અને આજે તે ફરી વધી રહ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં આજનો  પ્રતિ લીટરનો  ભાવ આ મુજબ નોંધાયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શહેર        પેટ્રોલ        ડીઝલ
દિલ્લી     86.30       76.48
મુંબઈ    92.86       83.30
ચેન્નાઇ   88.82       81.71
કોલકાતા 87.69    80.08

તમારા શહેરમાં આજના ભાવ જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દરને જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ માટે RSP સ્પેસ પેટ્રોલ પમ્પનો કોડ લખીને નંબર 9224992249 પર અને બીપીસીએલ માટે RSP લખીને 9223112222 પર માહિતી મોકલી શકે છે. HPCL માટે HPPRICEને લખીને અને તેને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકાય છે.

Next Article