Petrol Diesel Price Today : સતત 32 માં દિવસે ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 70 ડોલર નીચે પહોંચી

|

Dec 05, 2021 | 8:14 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : સતત 32 માં દિવસે ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલના ભાવ સ્થિર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 70 ડોલર નીચે પહોંચી
Petrol Pump File Image

Follow us on

Petrol Diesel Price Today :  આજે 5 ડિસેમ્બર રવિવાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશની મોટી ઓઈલ કંપનીઓએ આજે ​​સતત 32માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત સુસ્તી જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે. જો કે તેમ છતાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારાની રાહત નથી. જાણકારોનું કહેવું છે કે જો ક્રૂડ ઓઈલમાં આ મંદી આવી જ રીતે ચાલુ રહેશે તો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  ઈલેક્ટ્રિક વાહનથી મુસાફરી થશે વધુ સરળ, સરકારની 22 હજાર પેટ્રોલ પંપ પર ચાર્જર લગાવવાની યોજના 

 

આ પણ વાંચો : GANDHINAGAR : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, “મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો”

Published On - 8:04 am, Sun, 5 December 21

Next Article