Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલમાં તેજીના કારણે હાલમાં આમ આદમીને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીમાં રાહત મળવાની આશા નજરે પડતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.1 ટકા વધીને 74.26 ડોલર પ્રતિ બેરલ થયા છે. બીજી તરફ WTI ક્રૂડની કિંમત 1.4 ટકાના ઉછાળા સાથે 70.94 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને મોટા ઉત્પાદકોએ જાન્યુઆરીમાં ક્રૂડનો પુરવઠો વધારવાની યોજનાને અટકાવી દીધી છે. જેના કારણે મંગળવારે તેલના ભાવમાં વધારો થયો હતો.
ક્રૂડ ઓઈલના વધારા વચ્ચે ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશની મોટી ઓઈલ કંપનીઓ IOC, BPCL અને HPCL એ આજે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે સતત 26મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : Digital Gold Vs Sovereign Gold Bond : કયું રોકાણ વધુ ફાયદાકારક? જાણો અહેવાલ દ્વારા