Petrol-Diesel Price Today : ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાના મળી રહ્યા છે સંકેત! જાણો આજની તમારા શહેરની કિંમત શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ફરી પેટ્રોલ - ડીઝલ મોંઘા થવાના મળી રહ્યા છે સંકેત! જાણો આજની તમારા શહેરની કિંમત શું છે?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:08 AM

ભારતીય તેલ કંપનીઓએ આજે 17 સપ્ટેમ્બર, 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 12 માં દિવસે સ્થિર રહ્યા છે. મુખ્ય ઓટો ઇંધણના ભાવ છેલ્લે 5 સપ્ટેમ્બરે બદલાયા હતા. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો નથી. સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ 30 પૈસા સસ્તું થયું છે. જોકે રેટ હજુ પણ રેકોર્ડ સ્તરે છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઇમાં તે 107.26 રૂપિયા છે. તો કોલકાતામાં પેટ્રોલનો દર 101.62 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં 98.96 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલ આજે 88.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલનો દર માત્ર 96.19 પ્રતિ લીટર છે, કોલકાતામાં ડીઝલની કિંમત 91.71 રૂપિયા પ્રતિ લીટર છે અને ચેન્નઈમાં ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ગુરુવારે વધ્યા હતા. અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટ્યા બાદ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 75 ડોલર પ્રતિ બેરલથી વધુના દરે પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ તેલ 18 સેન્ટ (0.2 ટકા) વધીને 75.64 ડોલર પ્રતિ બેરલ થયું છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડ બુધવારે 3.1 ટકા વધીને 18 સેન્ટ (0.3 ટકા) વધીને 72.79 ડોલર થયું છે એમ અહેવાલમાં જણાવાયું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઈંધણના ભાવ વધી શકે છે વૈશ્વિક ક્રૂડ ઓઈલના વધતા ભાવ સાથે સ્થાનિક ઈંધણની કિંમતોમાં ઘટાડાની શક્યતા ઓછી લાગે છે. તેનાથી વિપરીત કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થવાને કારણે સ્થાનિક તેલ કંપનીઓ ભાવ વધારવાની ફરજ પાડશે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.62 91.71

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો : ITR FILING :ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે પરંતુ જો ટેક્સ જમા નહીં કરો તો લાગશે પેનલ્ટી , જાણો વિગતવાર

આ પણ વાંચો : GST Council : આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક મળશે , ટેક્સ ઘટાડા સહીતના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">