Petrol Diesel Price Today: આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડિઝલ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

|

Mar 26, 2022 | 9:06 AM

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસાનો વધારો થયો છે.

Petrol Diesel Price Today: આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડિઝલ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Petrol Diesel Price Today

Follow us on

દેશની મોટી ઓઈલ કંપનીઓએ 26 માર્ચ શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે તેલની કિંમતોમાં વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ(Petrol Price Today)ની કિંમત 98.61 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા થઈ ગઈ છે. તેલના ભાવમાં થયેલા તાજેતરના વધારા પછી, મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.35 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 97.55 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

જણાવી દઈએ કે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસાનો વધારો થયો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

દિલ્હીમાં 4 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ 3.20 રૂપિયા મોંઘુ થયું

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સતત 4 દિવસથી 80-80 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. તેથી દિલ્હીમાં છેલ્લા 4 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.20 રૂપિયાનો વધારો થયો છે. તેલના ભાવમાં વધારા પહેલા દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી જે આજે વધીને 98.61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરી શકો છો.

ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો નોંધાયો હતો

બીજી તરફ કાચા તેલની કિંમતોમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે કાચા તેલની કિંમત 120.7 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. શનિવારે WTI ક્રૂડના ભાવમાં વધારો થયા બાદ પ્રતિ બેરલ 113.9 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ (Brent Crude)ના ભાવ વધારા બાદ 120.7 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે.

આ પણ વાંચો: Viral: સ્ટંટના ચક્કરમાં યુવક જોરદાર પછડાયો, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કિનારે આવીને ડૂબ્યો’

આ પણ વાંચો: Cumin Farming: ICAR એ વિકસાવી જીરુંની નવી જાત, ઓછા પિયત અને 105 દિવસમાં થશે તૈયાર

Next Article