Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ થયું મોંઘુ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં કિંમત 100 ને પાર , જાણો તમારા શહેરના રેટ

|

Jul 02, 2021 | 8:33 AM

Petrol-Diesel Price Today : છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. દેશના અનેક શહેરોમાં ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે.

Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ થયું મોંઘુ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં કિંમત 100 ને પાર , જાણો તમારા શહેરના રેટ
File Image of Petrol Pump

Follow us on

Petrol-Diesel Price Today : દેશમાં પેટ્રોલના ભાવમાં આજે ફરી ફેરફાર કરવામાં આવ્યા છે. તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે, જોકે ડીઝલની કિંમતો સ્થિર રાખવામાં આવી છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 35 પૈસા અને કોલકાતામાં 40 પૈસા પ્રતિ લિટર મોંઘો થઈ ગયો છે. આ વધારાના પગલે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 99.16 પર પહોંચી ગયું છે તો ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર છે. દેશના ચાર મહાનગરોમાં મુંબઈ બાદ આજે ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને  પાર પહોંચ્યું છે.

માહિતી મળી રહી છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઉપર જઇ રહ્યા છે જેથી આગામી દિવસોમાં કિંમતોમાં વધારો થઈ શકે છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી રાહત મળી હતી જેની અસરના ભાગરૂપે ડીઝલના દરોમાં વધારો થયો નથી.

ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાથી મોંઘુ
છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. દેશના અનેક શહેરોમાં ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયા પ્રતિ લિટર છે. પટણા, ભોપાલ, રાજસ્થાન, જયપુર શહેર સહિતના અનેક રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.
City Petrol Diesel
Delhi 99.16 89.18
Kolkata 99.04 92.03
Mumbai 105.24 96.72
Chennai 100.13 93.74
Ganganagar 109.7 102.35
Ahmedabad 96 96.03
Rajkot 95.91 95.81
Surat 96.17 96.37
Vadodara 95.88 95.99
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
Next Article