Petrol Diesel Price Today : આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો 1 લીટર ઇંધણના ભાવ

|

Aug 09, 2022 | 7:56 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો 1 લીટર ઇંધણના ભાવ
Petrol Diesel Price Today

Follow us on

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંધણના ભાવ 22 મેથી સ્થિર છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. આર્થિક રાજધાની મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા છે. બીજી તરફ દિલ્હીમાં ડીઝલની કિંમત 89.62 રૂપિયા તો મુંબઈમાં 94.28 રૂપિયા છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો જ્યારે નાણામંત્રીએ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી હતી. 21 મેના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 8.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.05 રૂપિયા સસ્તુ થયું હતું.

છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં લગભગ બે ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 2 ડોલર ઘટીને 96.41 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTI પણ બે ડોલર ઘટીને બેરલ દીઠ $90.53ના ભાવે પહોંચી ગયું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article