Petrol Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે પેટ્રોલ - ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 7:11 AM

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત(Petrol Price Today) 96.72 રૂપિયા છે.  ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત(Diesel Price Today) આજે 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. શનિવારે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારથી ભાવમાં ઘટાડો થયો છે. કેન્દ્રની જાહેરાત બાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા અને કેરળની સરકારોએ વેટમાં ઘટાડો કર્યો છે.

રાજસ્થાનમાં પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર રૂ. 1.16 પ્રતિ લિટર વેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. કેરળ રાજ્ય સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.41 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.36નો વેટ ઘટાડ્યો છે. ઓડિશા સરકારે પેટ્રોલ પરના વેટમાં રૂ. 2.23 અને ડીઝલ પર રૂ. 1.36નો ઘટાડો કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.08 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.44નો વેટ ઘટાડ્યો છે.

મે મહિનામાં મોંઘવારી  7 ટકા સુધી રહેવાની ધારણા

તાજેતરની કાર્યવાહી અંગે બેંક ઓફ બરોડા માને છે કે મોંઘવારીનો દર 0.40 બેસિસ પોઈન્ટ્સ નીચે આવશે. HDFC બેંક ડાયરેક્ટનો અંદાજ 20 બેસિસ પોઈન્ટ્સ, ક્વોન્ટ ઈકો ડાયરેક્ટનો અંદાજ 25 બેસિસ પોઈન્ટ, કોટક મહિન્દ્રા બેંકનો અંદાજ 30-35 બેસિસ પોઈન્ટ, નોમુરાનો અંદાજ 0.30 ટકાથી 0.40 ટકા છે. ICRAનો અંદાજ છે કે મે મહિનામાં મોંઘવારીનો દર 6.5 ટકાથી 7 ટકાની વચ્ચે રહી શકે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">