Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણના નવા ભાવ જાહેર થયા, આ રીતે જાણો Latest Price

|

Feb 07, 2023 | 7:33 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણના નવા ભાવ જાહેર થયા, આ રીતે જાણો Latest Price
Petrol-Diesel Price Today

Follow us on

છેલ્લા ઘણા મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે  7 ફેબ્રુઆરી માટે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. 22 મે પછી તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને 7 ફેબ્રુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પબ સ્થિર છે. એટલે કે આજે પણ 1 લીટર પેટ્રોલ અને ડીઝલ માટે એટલા જ પૈસા ચૂકવવા પડશે જેટલા ગઈકાલે ચૂકવવામાં આવતા હતા. જો કે કેરળ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલ પર સામાજિક સુરક્ષા સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે મંગળવારે સવારે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થાનિક સ્તરે ફેરફાર જોવા મળ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં  દિલ્હી-મુંબઈ અને અમદાવાદ જેવા  મહાનગરોમાં આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ દોઢ ડોલર વધીને 81.40 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTI રેટ પણ $1 વધીને $74.54 પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

Published On - 7:33 am, Tue, 7 February 23

Next Article