Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો

|

Jul 30, 2021 | 7:46 AM

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ લગભગ 74 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ - ડીઝલનો
PETROL - DIESEL PRICE TODAY

Follow us on

સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા દરો (Petrol-Diesel Price Today) જાહેર કર્યા છે. આજે સતત 13 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાંથી રાહત મળી છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં તેલના ભાવ સ્થિર છે. પાટનગર દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ લગભગ 74 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

 

હજુ કિંમતો સર્વોચ્ચ સપાટીએ
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી 74 ડોલરને પાર કરી ગયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે. 13 દિવસથી ભાવ વધ્યા નથી પરંતુ તે હજુ સર્વોચ્ચ સપાટીએ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Published On - 7:45 am, Fri, 30 July 21

Next Article