Petrol Diesel Price Today : શું 24 કલાક ખુલ્લા નહિ રહે પેટ્રોલ પંપ? પંપ સંચાલકો માટે સરકારે લીધો આ નિર્ણય, જાણો વિગતવાર

|

Jun 18, 2022 | 6:46 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : શું 24 કલાક ખુલ્લા નહિ રહે પેટ્રોલ પંપ? પંપ સંચાલકો માટે સરકારે લીધો આ નિર્ણય, જાણો વિગતવાર
Petrol Pump File Image

Follow us on

Petrol Diesel Price Today : સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનું સંકટ છે. ઘણા સ્થળોએ પેટ્રોલ પંપ પર  વેચાણ મર્યાદિત સમય માટે થઈ રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનનો વિસ્તાર કર્યો છે જે ખાનગી અને સરકારી બંને કંપનીઓને લાગુ પડે છે. દેશના દરેક ભાગમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. હાલમાં આ નિયમ માત્ર ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જ લાગુ હતો. આ નિયમ મુજબ પેટ્રોલ પંપ રિટેલર્સને પંપ  ખોલવા અને બંધ કરવા માટે સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તમામ પેટ્રોલ પંપ સંચાલકોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા સમય અનુસાર પેટ્રોલ પંપ ખોલવા અને બંધ કરવાના રહેશે.

આ સમય દરમિયાન પૂરતું તેલ પૂરું પાડવું પડશે. દરેક કંપનીએ તેની સાથે પૂરતો ઓઈલ સ્ટોક રાખવો પડશે. અહેવાલો અનુસાર ખાનગી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રિટેલ સપ્લાયમાં 50 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. જેના કારણે સરકારી પેટ્રોલ પંપ પર દબાણ વધી ગયું છે.

ઘણા રાજ્યોમાંથી પેટ્રોલ પંપ માં અપૂરતા સ્ટોકના અહેવાલ

રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી એવા અહેવાલો આવ્યા હતા કે હજારો પેટ્રોલ પંપનો સ્ટોક મર્યાદિત  છે. તેમનું કહેવું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તેમને પૂરતો પુરવઠો આપવામાં આવી રહ્યો નથી. દેશમાં ઓઇલ માર્કેટિંગની પોતાની ત્રણ સરકારી કંપનીઓ છે. તેમના નામ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે . આ સિવાય હરિયાણાથી પણ આવા સમાચાર આવી રહ્યા છે. તેલ સંકટની અસર ફરીદાબાદ, ગુરુગ્રામમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યા પણ ઉભી થઈ છે. પંજાબ, કર્ણાટક અને હિમાચલ જેવા રાજ્યોમાંથી પણ પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આજે ભાવ સ્થિર

દરમિયાન આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર થયાને આજે 28 દિવસ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં તેલની કિંમતોમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો જ્યારે કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

Next Article