Petrol Diesel Price Today: આજે પેટ્રોલ – ડીઝલ સસ્તાં થયા કે મોંઘા ? જાણો અહેવાલમાં

|

Aug 27, 2021 | 7:53 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today: આજે પેટ્રોલ - ડીઝલ સસ્તાં  થયા કે મોંઘા ? જાણો અહેવાલમાં
Petrol - Diesel prices today

Follow us on

ભારતીય તેલ કંપનીઓએ શુક્રવાર, 27 ઓગસ્ટ 2021(Petrol Diesel Price Today) માટે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સપ્તાહે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારથી ભાવ સ્થિર રહ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. દેશમાં રેકોર્ડ કિંમતે ઈંધણનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણે જરૂરી દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. કારણ કે કોઈપણ માલનું પરિવહન ભાડું વધ્યું છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર સામાન્ય માણસ પર પડી રહી છે.

જો આપણે આજે ઈંધણની કિંમત જોઈએ તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ કિંમતો સ્થિર છે. મંગળવારે રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં ઈંધણના ભાવમાં 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

શું છે આજે પેટ્રોલ – ડીઝલના રેટની સ્થિતિ
નવા દર મુજબ આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ આજે 101.49 રૂપિયા પ્રતિ લિટર છે બીજી તરફ ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.48 પૈસા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.49 88.92
Mumbai 107.52 96.48
Chennai 99.20 93.52
Kolkata 101.82 91.98

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  1 સપ્ટેમ્બરથી Car Insurance સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો

 

આ પણ વાંચો :  તો શું હવે વાનગીઓના સ્વાદની મીઠાશ ફિક્કી પડશે? જાણો મોંઘવારીની મારનો વધુ એક મામલો

Next Article