Foreign Portfolio Investment : વિદેશી રોકાણકારોનું સતત છઠ્ઠાં મહિને વેચાણ યથાવત, માર્ચમાં 41000 કરોડ ઉપાડયા

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજિંગ રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વના વલણ અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અંગેની ચિંતાઓને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી રોકાણ પરત ખેંચી રહ્યા છે.

Foreign Portfolio Investment : વિદેશી રોકાણકારોનું સતત છઠ્ઠાં મહિને વેચાણ યથાવત, માર્ચમાં 41000 કરોડ ઉપાડયા
FPI એ છઠ્ઠાં મહિને પણ વેચાણ યથાવત રાખ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:20 AM

Foreign Portfolio Investment : વિદેશી રોકાણકારો(Foreign Investors) સતત છઠ્ઠા મહિને ભારતીય બજારમાં વેચાણ કરી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine War)ને કારણે જીઓ પોલિટિકલ ટેંશનના કારણે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) વેચવાનું ચાલુ રાખે છે. માર્ચ મહિનામાં ભારતીય શેરબજારમાંથી 41,000 કરોડ રૂપિયા પરત ખેંચવામાં આવ્યા છે. તમે વધઘટ દેશસે તેવો બજારના નિષ્ણાતોનું અનુમાન છે. તેઓનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મોંઘવારીના કારણે નજીકના ભવિષ્યમાં FPI ના પ્રવાહમાં વધઘટ જોવા મળી શકે છે.

છેલ્લા 6 મહિનાથી વેચાણ કરાઈ રહ્યું છે

ડિપોઝિટરી ડેટા અનુસાર FPIsએ છેલ્લા મહિનામાં શેરબજારમાંથી રૂ. 41,123 કરોડનો ઉપાડ કર્યો છે. અગાઉ તેમણે ફેબ્રુઆરીમાં સ્ટોક એક્સચેન્જમાંથી રૂ. 35,592 કરોડ અને જાન્યુઆરીમાં રૂ. 33,303 કરોડ ઉપાડ્યા હતા. વિદેશી રોકાણકારો છેલ્લા છ મહિનાથી સ્ટોકમાંથી બહાર નીકળી રહ્યા છે. ઓક્ટોબર 2021 અને માર્ચ 2022 ની વચ્ચે ભારતીય બજારોમાંથી રૂ. 1.48 લાખ કરોડ પરત ખેંચ્યા છે.

જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?

UpsideAI ના સહ-સ્થાપક અતનુ અગ્રવાલે જણાવ્યું હતું કે “FPIs ના ઉપાડનું મુખ્ય કારણ વ્યાજ દરના વાતાવરણમાં ફેરફાર અને ફેડરલ રિઝર્વ દ્વારા પ્રોત્સાહનોની સમાપ્તિ છે.”

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

શા માટે FPI ઉપાડ થાય છે?

તેમણે કહ્યું કે અન્ય ઘણા કારણો છે જેના કારણે FPIs ભારતીય બજારમાંથી પાછીપાની કરી રહ્યાં છે. જેમાં ભારતની વધતી કિંમતો, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો, નબળો પડતો રૂપિયો અને રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા પરિબળોનો સમાવેશ થાય છે. “તેથી જ તેઓ સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. જો ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધારાના રિવર્સલનો સંકેત આપ્યો હોત, તો અમે ઉપાડનું આ સ્તર જોયું ન હોત.”

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજિંગ રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વના વલણ અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અંગેની ચિંતાઓને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી રોકાણ પરત ખેંચી રહ્યા છે.

ગતસપ્તાહે શેરબજારનું પ્રદર્શન

ગત ઠવાડિયે શેરબજારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં આજે 1915 પોઈન્ટ (3.33 ટકા)નો ઉછાળો નોંધાયો હતો. આ તેજીને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જની લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ. 267.88 લાખ કરોડ થયું છે. ગયા સપ્તાહે તે રૂ. 259.84 લાખ કરોડ હતો. આ રીતે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

આ પણ વાંચો : SBI ની FD કે પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ ? જાણો જમા કરેલા પૈસા પર ક્યાં મળશે વધારે વળતર

આ પણ વાંચો : નેચરલ ગેસના ભાવમાં વધારાને કારણે ONGCને 3 બિલિયન ડોલર અને રિલાયન્સને 1.5 બિલિયન ડોલરનો થશે ફાયદો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

g clip-path="url(#clip0_868_265)">