Petrol-Diesel Price Today : જાણો આજે પેટ્રોલ – ડીઝલના ભાવમાં શું થયા ફેરફાર ? તમારા શહેરની કિંમત આ રીતે ચેક કરો

|

Jul 03, 2021 | 9:18 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 96 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

Petrol-Diesel Price Today : જાણો આજે પેટ્રોલ - ડીઝલના ભાવમાં શું થયા ફેરફાર ? તમારા શહેરની કિંમત આ રીતે ચેક કરો
PETROL - DIESEL PRICE TODAY

Follow us on

Petrol-Diesel Price Today : દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા નથી. તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. આનો અર્થ એ થાય છે કે આજે શુક્રવારના ભાવો જ લાગુ રહેશે. ગઈકાલે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 35 પૈસા થી 40 પૈસા પ્રતિ લિટર વધારાયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ 99.16 પર પહોંચી ગયું છે જયારે ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 96 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ કિંમત બદલાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 99.16 89.18
Kolkata 99.04 92.03
Mumbai 105.24 96.72
Chennai 100.13 93.74
Ganganagar 109.7 102.35
Ahmedabad 96 96.03
Rajkot 95.91 95.81
Surat 96.17 96.37
Vadodara 95.88 95.99
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

 

Next Article