Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Jun 16, 2022 | 6:31 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ - ડીઝલના ભાવ
Symbolic Image

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today)માં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થયાને આજે 26 દિવસ થઈ ગયા છે. દેશભરમાં તેલની કિંમતોમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો. કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વર્તમાન કિંમત બેરલ દીઠ 120 ડોલરની આસપાસ છે. દેશમાં દિલ્હી-મુંબઈ સહિત તમામ મોટા શહેરોમાં જૂના ભાવે તેલ વેચાઈ રહ્યું છે.આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે.

ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલરની નજીક છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 26 દિવસથી સ્થિર છે. સામાન્ય રીતે કોઈપણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ક્રૂડ ઓઈલની કિંમતો પર આધારિત હોય છે. આનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધે છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે છે.

મે 2022 માં રશિયાથી 2.5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવી

ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. વાસ્તવમાં ભારત તેના મિત્ર રશિયા પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે જેના કારણે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. ભારતે મે 2022માં રશિયા પાસેથી 2.5 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું, જે દેશની કુલ આયાતના લગભગ 16 ટકા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

 

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:31 am, Thu, 16 June 22

Next Article