Petrol Diesel Price Today : ક્રૂડ 75 ડોલરના સ્તર સુધી સરક્યું, પેટ્રોલ – ડીઝલ ક્યારે સસ્તાં થશે? જાણો આજના રેટ

|

Dec 09, 2022 | 6:50 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ 75 ડોલરના સ્તર સુધી સરક્યું, પેટ્રોલ - ડીઝલ ક્યારે સસ્તાં થશે? જાણો આજના રેટ
Petrol-Diesel Price Today

Follow us on

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાના અહેવાલો છતાં છેલ્લા ઘણાં મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી દેશની સામાન્ય જનતાને મુક્તિ મળી નથી. ગુજરાત ચૂંટણી દરમિયાન લોકોને આશા હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત થશે પરંતુ એવું થયું નહીં. 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ત્યારથી ઘણા શહેરના લોકોએ 1 લીટર પેટ્રોલ અને ડીઝલ માટે 100 રૂપિયાથી વધુ ચૂકવવા પડી રહયા છે. આજે એટલે કે 9મી ડિસેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી તેલ કંપની IOCL તરફથી ઉપલબ્ધ માહિતી મુજબ દેશના ચારેય મહાનગરો અને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર 22 મેના રોજ થયો હતો અને ત્યારથી તેલની કિંમત સ્થિર છે.

જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેના ભાવમાં લગભગ 3 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 76 ડોલર પર પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ આજે સવારે 2 ડોલરથી વધુ તૂટીને 76.15 ડોલર પર પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડની આ એક વર્ષની નીચી સપાટી છે. WTIનો દર પણ લગભગ 3 ડોલર ઘટીને આજે પ્રતિ બેરલ 72.03 ડોલર પર પહોંચી ગયું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:50 am, Fri, 9 December 22

Next Article