Petrol Diesel Price Today : ક્રૂડ 110 ડોલર નીચે સરક્યું, શું કાચા તેલની કિંમતોમાં ઘટાડાની અસર પેટ્રોલ – ડીઝલના ભાવ ઉપર જોવા મળશે?

|

Jun 23, 2022 | 6:43 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ 110 ડોલર નીચે સરક્યું, શું કાચા તેલની કિંમતોમાં ઘટાડાની અસર પેટ્રોલ - ડીઝલના ભાવ ઉપર જોવા મળશે?
Petrol Pump

Follow us on

દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે તેલ કંપનીઓએ આજે ગુરુવાર 23 જૂન 2022 માટે નવી કિંમતો(Petrol Diesel Price Today) જાહેર કરી છે. આજે પણ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં તેલની કિંમતોમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો જ્યારે કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે.

ક્રૂડ ઓઈલ 110 ડોલરની નીચે સરકી ગયું છે

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 110 ડોલરની નીચે ટ્રેડ કરી રહ્યું છે. આજે તેની કિંમત 1.95 ટકા ઘટીને 109.6 ડોલર પ્રતિ બેરલ છે. WTI ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 103.8 ડોલર હતી. તેમાં 2.22 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:43 am, Thu, 23 June 22

Next Article