Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટી તરફ આગળ વધી રહ્યા છે, શું પેટ્રોલ – ડીઝલની કિંમતમા પણ થયો વધારો?

|

Jan 21, 2023 | 7:25 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટી તરફ આગળ વધી રહ્યા છે, શું પેટ્રોલ - ડીઝલની કિંમતમા પણ થયો વધારો?
Petrol Pump File Image

Follow us on

આજે શનિવારે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 1.47 ડોલર  મુજબ 1.71% વધીને 87.63 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તે જ સમયે WTI  0.98 ડોલર અથવા 0.59% ઉછળ્યું છે. તેલ  બેરલ દીઠ $ 81.31 પર વેચાઈ રહ્યું છે. સરકારી તેલ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરે છે. બીજી તરફ જુના વાહનોથી થતા પ્રદૂષણ અને ઇંધણના વ્યયને ઘટાડવા માટે સરકારે 15 વર્ષ જૂના સરકારી વાહનો માટે સ્ક્રેપેજ ફરજિયાત બનાવી છે. સરકારના નિર્ણયને કારણે 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં સુધારા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારનો આ નવો આદેશ 1 એપ્રિલ 2023થી લાગુ થશે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:25 am, Sat, 21 January 23

Next Article