Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં વધારો થયો, પેટ્રોલ – ડીઝલના ભાવ ઉપર શું પડી અસર?

|

Sep 26, 2022 | 7:11 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં વધારો થયો, પેટ્રોલ - ડીઝલના ભાવ ઉપર શું પડી અસર?
Petrol Pump File Image

Follow us on

વૈશ્વિક બજારમાં કાચા તેલ(Crude Oil)ની કિંમતમાં 3 દિવસ બાદ વધારો જોવા મળ્યો છે. ક્રૂડની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને બેરલ દીઠ 87.27 થઈ ગઈ છે જ્યારે WTI પ્રતિ બેરલ 79.84 ડોલરની કિંમતે વેચાઈ રહ્યું છે. દેશની સરકારી તેલ કંપનીઓએ આજે સોમવારે સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો દિલ્હી, મુંબઈ, કોલકાતામાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત વધીને 102.74 લીટર અને ડીઝલની કિંમત 94.33 લીટર થઈ ગઈ છે. આ ઉપરાંત આસામ, છત્તીસગઢ, ગોવા, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 0.53 રૂપિયા સુધીનો વધારો થયો છે. નિજી તરફ જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં તે 0.59 રૂપિયા સસ્તું થયું છે. આ સિવાય ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ભાવ સ્થિર છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર થાય છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:11 am, Mon, 26 September 22

Next Article