Petrol Diesel Price Today : આજે ક્રૂડ ઓઈલ 9 ડોલર ગગડ્યું, શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પડશે અસર? જાણો લેટેસ્ટ રેટ

|

Jul 06, 2022 | 6:46 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે ક્રૂડ ઓઈલ 9 ડોલર ગગડ્યું, શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પડશે અસર? જાણો લેટેસ્ટ રેટ
Petrol - Diesel Price Today

Follow us on

વૈશ્વિક બજારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ લગભગ 9 ડોલરનો ઘટાડો થયો છે. મંદીની અપેક્ષાએ ઈંધણનો વપરાશ ઘટવાનો અંદાજ મુકાયા બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ બુધવારે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ (Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. કંપનીઓએ એપ્રિલથી તેના ભાવમાં વધારો કર્યો નથી જ્યારે એક સમયે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 140 ડોલર સુધી પહોંચી ગયા હતા. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ  113.8 ડોલર હતી જે આજે સવારે ઘટીને 105.4 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTI ની કિંમત લગભગ 101 ડોલર પ્રતિ બેરલ છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
Next Article