Petrol Diesel Price Today : ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, દેશમાં ઇંધણના ભાવમાં ભડકાના દેખાઈ રહ્યા છે એંધાણ

|

Feb 28, 2022 | 9:43 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ 100 ડોલરને પાર  પહોંચ્યું, દેશમાં ઇંધણના ભાવમાં ભડકાના દેખાઈ રહ્યા છે એંધાણ
Petrol Diesel Price Today

Follow us on

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે(Russia Ukraine War) ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા છે. જેની અસર ભારતમાં તેલની કિંમતો પર પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવું જ ચાલતું રહ્યું તો પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel Price Today )આસમાને પહોંચી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ક્રૂડ ઓઈલની કિંમત (Crude Oil Price) હાલમાં રેકોર્ડ સ્તર પર છે. પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલર (રૂ. 7507.55) પર પહોંચી ગઈ છે.

બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 4.30 ટકાનો વધારો થયો છે. જે બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 102.14 ડોલર પ્રતિ બેરલ અને WTI 96.15 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે.

ક્રૂડ ઓઇલ 8 વર્ષ બાદ 100 ડોલરને પાર પહોંચ્યું

4 સપ્ટેમ્બર 2014 પછી પહેલીવાર 24 ફેબ્રુઆરીએ ભારતે 100 ડોલરના દરે ક્રૂડ ઓઈલ ખરીદવું પડ્યું હતું.રશિયા અને યુક્રેન વચ્ચેના સંકટને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. રશિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

યુદ્ધના ભણકારા સાથેજ તેલ મોંઘુ થવા લાગ્યું હતું

ફેબ્રુઆરીમાં ભારતીય ક્રૂડ ઓઈલ બાસ્કેટની સરેરાશ કિંમત 93 ડોલર પ્રતિ બેરલ હતી. જે જાન્યુઆરીની સરખામણીએ 10 ટકા વધુ છે. જાન્યુઆરીમાં સરેરાશ કિંમત 84.2 ડોલર પ્રતિ બેરલ હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે પરંતુ દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : Opening Bell : સપ્તાહના પહેલા દિવસે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત, Sensex 55329 ઉપર ખુલ્યો

 

આ પણ વાંચો : Sovereign Gold Bond: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે આજથી સરકાર વેચી રહી છે સસ્તી કિંમતે શુદ્ધ સોનુ, જાણો કિંમત અને ખરીદીની રીત

Next Article