Petrol Diesel Price Today: આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો તમારા શહેરમાં શું છે ઇંધણનો ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો તમારા શહેરમાં શું છે ઇંધણનો ભાવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:50 AM

Petrol Diesel Price Today: સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ આજે ​​મંગળવાર નવેમ્બર 16 માટે પેટ્રોલ ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે કરમાં ઘટાડા બાદ રાજ્યના ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે મળી રહ્યું છે.

દિવાળીના એક દિવસ પહેલા સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારપછી સરકારની જાહેરાત બાદ ઈંધણની કિંમતો લગભગ સ્થિર રહી છે.

રાજ્યોએ પણ ભાવમાં ઘટાડો કર્યો હતો આ ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાને કારણે આવ્યો છે. આ સાથે ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરે કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ પછી ઘણા શહેરોમાં તેલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ નીચે આવી ગયું છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  IPO : ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 49 કંપનીઓએ IPO દ્વારા 1.01 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા , જાણો આગામી સમય માટે શું છે નિષ્ણાંતોના અભિપ્રાય

આ પણ વાંચો : Income Tax Rules: ITR કઈ રીતે e-Verify કરી શકાય? જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">