Petrol-Diesel Price : ચૂંટણીઓ બાદ કિંમતમાં વધારો કરાયો , જાણો તમારા શહેરના ભાવ
પેટ્રોલ ડીઝલની કિંમત(Petrol-Diesel Price) 18 દિવસ સ્થિર રાખ્યા પછી સરકારી તેલ કંપનીઓએ આજે તેના ભાવમાં વધારો કર્યો છે.
પેટ્રોલ ડીઝલની કિંમત(Petrol-Diesel Price) 18 દિવસ સ્થિર રાખ્યા પછી સરકારી તેલ કંપનીઓએ આજે તેના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારાને કારણે આજે દેશની રાજધાની દિલ્લીમાં તે લિટર દીઠ 90.55 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ લિટરદીઠ 81 રૂપિયાની નજીક છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં 18 દિવસ બાદ વધારો થયો છે આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 15 એપ્રિલના રોજ પેટ્રોલ 16 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. ત્યારથી કિંમતો સતત સ્થિર છે.
ચૂંટણીઓ બાદ વધારાનું અનુમાન હતું નિશાંનતઓ અનુમાન લગાવી રહ્યા હતા કે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં ચૂંટણી બાદ તેલ કંપનીઓ પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. દેશના ઘણા વિસ્તારોમાં હાલ કોરોનનો કહેર વધતા લોકડાઉં અને કર્ફ્યુની સ્થિતિ છે. આ સંજોગોમાં ફયુલની માંગ ઘટી પણ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાવ વધારા માટે હલચલ નજરે પડતી હતી.
જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ
City | Diesel | Petrol |
Delhi | 80.91 | 90.55 |
Mumbai | 87.98 | 96.95 |
Kolkata | 83.75 | 90.77 |
Chennai | 85.9 | 92.55 |
Ahmedabad | 87.15 | 87.71 |
Rajkot | 86.94 | 87.48 |
Surat | 87.17 | 87.7 |
Vadodara | 87.15 | 88.65 |
(સોર્સ :- ગુડ રિટર્ન્સ)