Petrol – Diesel Price : સતત બીજા દિવસે ઘટયા ભાવ, જાણો તમારા શહેરમાં ક્યા ભાવે થઇ રહ્યું છે વેચાણ

|

Mar 25, 2021 | 11:33 AM

સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ( Petrol - Diesel Price) માં સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 20 અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું છે.

Petrol - Diesel Price : સતત બીજા દિવસે ઘટયા ભાવ, જાણો તમારા શહેરમાં ક્યા ભાવે થઇ રહ્યું છે વેચાણ
PETROL - DIESEL PRICE TODAY

Follow us on

સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ( Petrol – Diesel Price) માં સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 20 અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું છે. આ ઘટાડા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.78 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત વધીને 81.10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂપિયા 97.19 અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.20 રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તુ થયું છે.

 ફેબ્રુઆરીમાં વધ્યા હતા ભાવ  
ગયા મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે 4 થી 5 રૂપિયાનો વધારો કર્યો હતો. 26 ફેબ્રુઆરી પછી ક્રૂડના ભાવમાં 8 ડોલરથી વધુનો વધારો થયો હતો.

City Petrol Diesel
Delhi 90.78 81.1
Mumbai 97.19 88.2
Chennai 92.77 86.1
Kolkata 90.98 83.98
Ahmedabad 88.3 87.72
Surat 87.92 87.37
Rajkot 87.85 87.29
Vadodara 87.81 87.23

(સોર્સ :- ગુડ રીટર્નસ)

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

Published On - 10:39 am, Thu, 25 March 21

Next Article