Petrol Diesel Price: આકાશને આંબતી કિંમત છતાં, પેટ્રોલ-ડીઝલની માગ પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી

|

Mar 25, 2021 | 11:17 AM

દેશની અગ્રણી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC ) ના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યએ મંગળવારે કહ્યું હતું કે ભારતમાં ઇંધણની માંગ(Fuel Demand) પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે.

Petrol Diesel Price: આકાશને આંબતી કિંમત છતાં, પેટ્રોલ-ડીઝલની માગ પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી

Follow us on

દેશની અગ્રણી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC ) ના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યએ મંગળવારે કહ્યું હતું કે ભારતમાં ઇંધણની માંગ(Fuel Demand) પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે. અર્થવ્યવસ્થામાં તેજી સાથે નજીકના ભવિષ્યમાં વપરાશમાં વધારો થવાની ધારણા છે. ગયા વર્ષે એપ્રિલમાં કોરોના વાયરસના રોગચાળા અને તેના નિવારણ માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે બળતણ વેચાણમાં 45.8 ટકાનો ઘટાડો થયો હતો. લોકડાઉન પ્રતિબંધોમાં છૂટ સાથે માંગ ફરીથી પાટા પર આવવા લાગી છે . પેટ્રોલ અને હવે ડીઝલની માંગમાં વૃદ્ધિ પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે.

વૈદ્યે કહ્યું હતું કે, “એટીએફ (aircraft fuel) સિવાય અન્ય ઇંધણની માંગ સામાન્ય સ્તર પર આવી ગઈ છે … અમે પાટા પર પાછા ફર્યા છે.” જ્યારે કેટલાક મહિના પહેલા પેટ્રોલનું વેચાણ કોવિડ પૂર્વના સ્તરે પહોંચ્યું હતું, જ્યારે માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં ડીઝલ વર્ષે 7.4 ટકા વધ્યું હતું.

લોકડાઉનમાં પણ LPGના વેચાણમાં પણ વધારો થયો
લોકડાઉન દરમિયાન એલપીજી (LPG) ના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. એરલાઇન તમામ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી નથી તેથી ATFનું વેચાણ સામાન્ય કરતા ઓછું રહે છે. તેમણે કહ્યું, “એટીએફનું વેચાણ સામાન્ય સ્તરે પાછા આવવામાં ત્રણ-ચાર મહિનાનો સમય લાગી શકે છે.” રસીકરણ થી અમે અપેક્ષા રાખીએ છીએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશમાં હાલ કેટલું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ છે
માર્ચના પહેલા પખવાડિયામાં ડીઝલનું વેચાણ વધીને 28.4 લાખ ટન જ્યારે પેટ્રોલની માંગ 5.3 ટકા વધીને 10.5 લાખ ટન થઈ છે. વાર્ષિક ધોરણે ઓક્ટોબર પછી પેટ્રોલમાં આ પહેલો વધારો છે. માર્ચના પહેલા પખવાડિયામાં એટીએફનું વેચાણ વાર્ષિક ધોરણે 36.5 ટકા ઓછું હતું. લોકડાઉન થયા બાદ તે 80 ટકા નીચે હતો. 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં બે ક્વાર્ટરના ઘટાડા પછી ભારતના અર્થતંત્રમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. વાસ્તવિક જીડીપી (GDP) માં 0.4 ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે.

Published On - 9:18 am, Wed, 17 March 21

Next Article