Petrol-Diesel Price: સસ્તું થયું ઇંધણ,જાણો તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ?

|

Mar 25, 2021 | 11:16 AM

આસમાને પહોંચેલા પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) માં આજે ઘટાડા ની રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે

Petrol-Diesel Price: સસ્તું થયું ઇંધણ,જાણો તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ?
Petrol Pump - File Photo

Follow us on

Petrol-Diesel Price: આસમાને પહોંચેલા પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) માં આજે ઘટાડાની રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે જેથી લાંબા સમય પછી આમ આદમીને રાહત મળી છે. ઓઇલ કંપનીઓએ ભાવ 24 દિવસ સ્થિર રાખ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 15 દિવસમાં 10% ઘટાડો થયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી laherને કારણે ત્યાં બળતણની માગમાં ઘટાડો થવાની સંભાવના છે. આ કારણે ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 71 ડોલર ની ઉપરની સપાટીથી સરકીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

ફેબ્રુઆરીમાં ભાવ આસમાને પહોંચ્યા હતા
ગયા મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે ઘરેલું તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે 4 થી 5 રૂપિયા વધારો કર્યો હતો. પરંતુ 26 ફેબ્રુઆરી પછી ક્રૂડના ભાવમાં 8 ડોલરથી વધુનો વધારો થયો છે આ સમયગાળા દરમિયાન માત્ર 27 ફેબ્રુઆરી પણ થોડો વધારો થયો છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

દરરોજ કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

જાણો તમારા શહેરમાં આજે કેટલું સસ્તુ પેટ્રોલ ડીઝલ બની ગયું છે
>> દિલ્હીમાં  પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લિટર છે.
>> મુંબઇમાં  પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.42 રૂપિયા પ્રતિ લિટર છે.
>> કોલકાતામાં પેટ્રોલ 91.18 રૂપિયા અને ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લિટર છે.
>> ચેન્નઇમાં પેટ્રોલ 92.95 રૂપિયા અને ડીઝલ 86.29 રૂપિયા પ્રતિ લિટર છે.
>> નોઈડામાં પેટ્રોલ 89.24 રૂપિયા અને ડીઝલ 81.76 રૂપિયા પ્રતિ લિટર છે.
>> પટણામાં પેટ્રોલ 93.31 રૂપિયા અને ડીઝલ 86.55 રૂપિયા પ્રતિ લિટર છે.
>> લખનઉમાં પેટ્રોલ 89.18 રૂપિયા અને ડીઝલ 81.70 રૂપિયા પ્રતિ લિટર છે.

>> અમદાવાદમાં પેટ્રોલ 88.18 રૂપિયા અને ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લિટર છે.
>> સુરતમાં પેટ્રોલ 88.18 રૂપિયા અને ડીઝલ 87 .61રૂપિયા પ્રતિ લિટર છે.
>> રાજકોટમાં પેટ્રોલ 88.00 રૂપિયા અને ડીઝલ 87 .45 રૂપિયા પ્રતિ લિટર છે.
>> વડોદરામાં પેટ્રોલ 87.80 રૂપિયા અને ડીઝલ 87 .24રૂપિયા પ્રતિ લિટર છે.

Published On - 9:39 am, Wed, 24 March 21

Next Article