પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે પણ સતત વધી રહી છે ઇંધણની માગ, ડીઝલનું વેચાણ 21 લાખ ટનને પાર

|

Aug 16, 2021 | 10:21 PM

સરકારી માલિકીના ઇંધણ રિટેલરોએ ઓગસ્ટના પહેલા પખવાડિયામાં 9.8 લાખ ટન પેટ્રોલ વેચ્યું હતું, જે અગાઉના સમયગાળાની તુલનામાં 9.4 ટકા જેટલું વધારે હતું. 

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે પણ સતત વધી રહી છે ઇંધણની માગ, ડીઝલનું વેચાણ 21 લાખ ટનને પાર
Petrol - Diesel Rate Today

Follow us on

એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ વધી ગઈ છે. પરંતુ આ પછી પણ પેટ્રોલ અને ડીઝલની માંગ સતત વધી રહી છે. જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં પણ માંગમાં વધારો નોંધાયો છે. માત્ર ડીઝલની વાત કરીએ તો, તેનું વેચાણ પ્રી – કોવિડ સ્તર સુધી પહોંચવાની નજીક છે. હકીકતમાં, કોરોનાની બીજી લહેર પછી, લોકડાઉનમાં ઘણી છૂટછાટ મળી છે.આ કારણે ઓગસ્ટમાં ભારતમાં ઇંધણની માંગમાં વધારો જોવા મળ્યો હતો. દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બળતણ ડીઝલનું વેચાણ પહેલાથી જેટલા સ્તરે જ પહોચી ગયું છે.

 પ્રી-કોવિડ સ્તરને વટી ગયું છે પેટ્રોલનું વેચાણ

પેટ્રોલનું વેચાણ પહેલેથી જ કોવિડ પહેલાના સ્તરોથી ઉપર પહોંચી ગયું છે જ્યારે ડીઝલનું વેચાણ આઠ ટકા ઘટી ગયું છે. સરકારી માલિકીના ઇંધણ રિટેલરોએ ઓગસ્ટના પહેલા પખવાડિયામાં 9.8 લાખ ટન પેટ્રોલ વેચ્યું હતું, જે અગાઉના સમયગાળાની તુલનામાં 9.4 ટકા જેટલું વધારે હતું.  તે જ સમયે, તે કોવિડ પહેલા 1-15 ઓગસ્ટ, 2019 ના 9.5 લાખ ટનના પેટ્રોલ વેચાણ કરતા 3.7 ટકા વધારે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

21 લાખ ટન ડીઝલ વેચાયું

ગત વર્ષની સરખામણીએ 1 થી 15 ઓગસ્ટ, 2021 દરમિયાન ડીઝલનું વેચાણ 18.5 ટકા વધીને 21.1 લાખ ટન થયું હતું, પરંતુ ઓગસ્ટ 2019 ની સરખામણીએ 7.9 ટકા ઘટ્યું હતું. ગત મહિને ડીઝલનો વપરાશ કોવિડ પહેલાના સ્તરોની તુલનામાં 11 ટકા ઓછો રહ્યો. માર્ચ પછી સતત ત્રીજો મહિનો છે કે ડીઝલનો વપરાશ વધ્યો છે.

માર્ચ પછી જોવા મળી રહ્યો છે આ સુધારો 

કોવિડ -19 સંક્રમણની બીજી લહેરની શરૂઆત પહેલા આ વર્ષે માર્ચમાં બળતણની માંગ લગભગ સામાન્ય સ્તરે પહોંચી ગઈ હતી. પરંતુ આ પછી વિવિધ રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, જેના કારણે આવાગમન સ્થગિત થયું અને આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી.

જુલાઈમાં પણ તેજી હતી

ઓગસ્ટ પહેલા જુલાઈ મહિનામાં પણ માંગમાં તેજી હતી. જે માસિક સરેરાશ પ્રમાણે પેટ્રોલનો વપરાશ જૂન કરતાં 14 ટકા વધારે હતો. જો કે, આર્થિક પ્રવૃત્તિનું સૂચક એવા  ડીઝલનો વપરાશ 2019ની સરખામણીએ લગભગ 11 ટકા ઘટ્યો હતો. જોકે ગયા વર્ષની સરખામણીએ વેચાણમાં 13 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો : Petrol Diesel price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાં કોઈ રાહત નહી, નિર્મલા સીતારમણે ટેક્સ ન ઘટાડવાનું આપ્યું આ કારણ

Next Article