AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PETA એ AMULને કહ્યું વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપો, જાણો AMUL ના MD એ શું આપ્યો જવાબ

પ્રાણી અધિકાર માટે કામ કરતી સંસ્થા પેટા (People for the Ethical Treatment of Animals - PETA)એ અમૂલને વનસ્પતિ દૂધ(vegan milk) અથવા છોડમાંથી બનાવેલા દૂધના ઉત્પાદન તરફ આગળ વધવા સૂચન કર્યું છે.

PETA એ  AMULને કહ્યું  વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપો, જાણો AMUL ના MD એ શું આપ્યો જવાબ
PETA એ AMULને કહ્યું વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપવું જોઈએ
| Updated on: May 29, 2021 | 8:54 AM
Share

પ્રાણી અધિકાર માટે કામ કરતી સંસ્થા પેટા (People for the Ethical Treatment of Animals – PETA)એ અમૂલને વનસ્પતિ દૂધ(vegan milk) અથવા છોડમાંથી બનાવેલા દૂધના ઉત્પાદન તરફ આગળ વધવા સૂચન કર્યું છે. પેટાએ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીને પત્ર લખીને જણાવ્યું છે કે ડેરી સહકારી મંડળીઓએ વધતા વિગન ફૂડ અને ડેરી માર્કેટનો લાભ લેવો જોઈએ.

પેટા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે આપણે સંયંત્ર આધારિત ઉત્પાદનો ઉપર ધ્યાન આપવાના સ્થાને અમુલને સમૃદ્ધ શાકાહારી ખોરાક અને દૂધના બજારમાંથી લાભ મેળવવા પ્રોત્સાહિત કરવું જોઈએ . બીજી ઘણી કંપનીઓ પણ બજારમાં થતા ફેરફારોને અનુસરે છે અને અમૂલે પણ આવું કરવું જોઈએ. ”

સોઢીએ સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ-સંયોજક અશ્વિની મહાજનનું એક ટ્વીટ રીટવીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, “શું તમે નથી જાણતા કે મોટાભાગના ડેરી કિસાન જમીન વિહોણા છે. આ વિચારને અમલમાં મૂકવાથી ઘણા લોકોની આજીવિકાના સ્ત્રોતનો અંત આવશે. યાદ રાખો કે દૂધ આપણી આસ્થામાં, આપણી પરંપરાઓમાં, પોષણનો એક સરળ અને હંમેશાં ઉપલબ્ધ સ્રોત છે. અમૂલ એ એક ભારતીય ડેરી સહકારી મંડળી છે જે ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન દ્વારા સંચાલિત છે.

g clip-path="url(#clip0_868_265)">