પર્સનલ લોન ચુકવવાની તાણમાંથી મેળવો છુટકારો,આપના માટે RBIનો આ છે નવો પ્લાન

કોરોના સંકટનાં સમયમાં લોકોની મુસીબતોને ઓછી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) વન ટાઈમ લોન રીસ્ટ્રક્ચર સ્કીમને લઈને આવી છે. આનો ફાયદો પર્સનલ લોન લીઘેલા લોકોને મળશે. ઉદ્યોગ જગત ઘણાં સમયથી એક વાર લોનનું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માગ કરી રહી હતી. સેન્ટ્રલ બેંકનો આ નિર્ણય પર્સનલ લોન પર કઈ રીતે લાગુ થશે તે સમજીએ. 1. […]

પર્સનલ લોન ચુકવવાની તાણમાંથી મેળવો છુટકારો,આપના માટે RBIનો આ છે નવો પ્લાન
http://tv9gujarati.in/personal-loan-ch…aa-che-navo-plan/
Pinak Shukla

|

Aug 07, 2020 | 5:56 PM

કોરોના સંકટનાં સમયમાં લોકોની મુસીબતોને ઓછી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) વન ટાઈમ લોન રીસ્ટ્રક્ચર સ્કીમને લઈને આવી છે. આનો ફાયદો પર્સનલ લોન લીઘેલા લોકોને મળશે. ઉદ્યોગ જગત ઘણાં સમયથી એક વાર લોનનું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માગ કરી રહી હતી. સેન્ટ્રલ બેંકનો આ નિર્ણય પર્સનલ લોન પર કઈ રીતે લાગુ થશે તે સમજીએ.

1. કેવી રીતે પર્સનલ લોન પર લાગુ થશે?

રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ સુવિધા કન્ઝ્યુમર લોન,એજ્યુકેશન લોન, હાઉસીંગ લોન, શેર માર્કેટ-ડિબેન્ચર ખરીદવા માટે લીધેલી લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ખરીદવા માટે, ક્રેડીટ કાર્ડ લોન, ઓટો લોન, ગોલ્ડ, જ્વેલરી, એફડીનાં બદલામાં લીધેલી લોન, પર્સનલ લોન ટુ પ્રોફેશનલ અને અન્ય કોઈ કામ માટે લેવામાં આવેલી પર્સનલ લોન આ સ્કીમ હેઠળ આવશે.

2. આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે માપદંડ શું છે?

3. આ સ્કીમનો ફાયદો માત્ર નીજી બોજો લેનારાઓને મળશે તે સ્ટેન્ડર્ડ રહેશે. આ સિવાય 1 માર્ચ 2020 સુધી 30 દિવસ સુદીના ડિફોલ્ટરોને પણ આ સુવિધા મળશે. એનાથી વધારે દિવસો માટેના ડિફોલ્ટરો આ સ્કીમનો લાભ નહી લઈ શકે. આ સિવાય જે દિવસથી આ લાગુ કરવાનો પ્લાન આવશે તે દિવસ સુધી એકાઉન્ટ સ્ટાન્ડર્ડ હોવું જરૂરી છે.

4.  આ પ્લાનની ડેડલાઈન શું છે?

રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે બધી બેંકોને લોન રીકાસ્ટ સ્કીમ માટે વધારેમાં વધારે 31 ડિસેમ્બર 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે. એ સિવાય તેને લાગુ કરવાની સમય અવધી 90 દિવસ છે. મતલબ કે જે દિવસે લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે તેના 90 દિવસની અંદર તેને લાગુ કરવાની રહેશે.

5. બેંક તમને શું વિકલ્પ આપી શકે છે?

RBIની ગાઈડલાઈન્સ પ્રમાણે લોન રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ બેંક કોઈ પર્સનલ લોનધારકને પેમેન્ટ રીશિડ્યુલની સુવિધા આપી શકે છે. એ સિવાય વ્યાજને અલગ ફેસીલીટીનાં રૂપે કરી શકાય છે. આવકને જોઈને મોરાટોરીયમની સુવિધા પણ આપી શકાય છે. જો કે વધારેમાં વધારે 2 વર્ષ સુધી આ હોઈ શકે છે. એ સિવાય શક્ય છે કે લોનની સમયમર્યાદાને વધારી દેવામાં આવી શકે છે જેથી કરીને EMI ઓછો થઈ શકે છે. અગર મોરાટોરિયમનાં વિકલ્પ પર સહમતિ બની જાય છે તો રિઝોલ્યુશન પ્લાન પાક્કો થતા જ તે લાગુ પણ કરી દેવાશે.

6. રિઝોલ્યુશન પ્લાન માટે અન્ય મહત્વપૂર્ણ શરત કઈ રહેશે?

ગાઈડ લાઈન મુજબ રિઝોલ્યુશન પ્લાનને ત્યારે જ પુરો થયેલો માનવામાં આવશે કે જ્યારે 1) બેંક અને ધિરાણ લેનાર એ દિશામાં સહમતિ પર પહોચે છે અને રિઝોલ્યુશનને લઈને એગ્રીમેન્ટ પર આગળ વધે છે. 2)એગ્રીમેન્ટ મુજબ આપનાર અને લેનાર વચ્ચે જે કઈ પણ નક્કી થાય છે તે બેંકનાં બુક ઓફ એકાઉન્ટમાં અપડેટ જોઈ શકાય. 3) આ સિવાય ધિરાણ લેનાર બેંકનો ડિફોલ્ટર ન હોવો જોઈએ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati