વીમા યોજના પર EPFOનું મોટું અપડેટ, પૈસા મેળવવા માટે તમારે આ રીતે ક્લેમ કરવો પડશે

એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ એ ફરજિયાત વીમા કવચ છે જે ઇપીએફ સ્કીમમાં સબસ્ક્રાઇબર્સને આપવામાં આવે છે. EDLI સ્કીમમાં, જ્યારે કર્મચારીનું સેવામાં મૃત્યુ થાય ત્યારે નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે.

વીમા યોજના પર EPFOનું મોટું અપડેટ, પૈસા મેળવવા માટે તમારે આ રીતે ક્લેમ કરવો પડશે
EPFO Scheme
| Edited By: | Updated on: Oct 24, 2022 | 4:52 PM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​ગ્રાહકોને વીમા કવરેજ પ્રદાન કરે છે. તમે આવા ઘણા સમાચાર જોયા અને સાંભળ્યા હશે જેમાં લોકોને વીમાના પૈસા ક્લેમ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. ઘણી મહેનત પછી પણ PF ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને રિટાયરમેન્ટ ફંડના સંગઠન EPFOએ એક સ્પષ્ટતા જાહેર કરી છે. તે સમજાવે છે કે નવો નિયમ શું છે અને દાવો કેવી રીતે કરવો. EPFO તેના સભ્યોને એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ એટલે કે EDLI સ્કીમ હેઠળ વીમાની સુવિધા પૂરી પાડે છે.

જો EPFO ​​સભ્યનું અવસાન થઈ જાય અને તેના ખાતામાં પૈસા જમા ન થાય તો તેના નોમિનીને વીમાનો લાભ આપવામાં આવે છે. જો કે, તેનો એક નિયમ છે કે મૃત્યુના દિવસે તે સભ્યનું નામ કંપનીના મસ્ટર રોલમાં સામેલ હોવું જોઈએ. કેટલીક અન્ય શરતો પણ છે જેનું પાલન કરવું આવશ્યક છે. EPFOએ આ સ્પષ્ટતા એટલા માટે આપવી પડી છે કારણ કે કેટલીક ફરિયાદો મળી છે કે EDLI સ્કીમમાં નામ સામેલ હોવા છતાં અધિકારીઓ ક્લેમ ફગાવી દે છે. તેનું કારણ એવું કહેવામાં આવે છે કે સભ્યના ખાતામાં પહેલાથી EPF ના પૈસા જમા થઈ રહ્યા ન હતા.

EDLI સ્કીમ શું છે

એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ એ ફરજિયાત વીમા કવચ છે જે ઇપીએફ સ્કીમમાં સબસ્ક્રાઇબર્સને આપવામાં આવે છે. EDLI સ્કીમમાં, જ્યારે કર્મચારીનું સેવામાં મૃત્યુ થાય ત્યારે નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે. છેલ્લા 12 મહિનામાં કર્મચારીને કેટલો પગાર મળ્યો છે તેના પર દાવાની રકમ આધાર રાખે છે. મહત્તમ પગારની રકમ 7 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ કિસ્સામાં ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયાનું મૃત્યુ કવર ઉપલબ્ધ છે.

ક્યારે મળે છે યોજનાનો લાભ

1. જો કર્મચારી એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં નોકરી બદલે છે, તો પણ તેને EDLI હેઠળ વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે.

2. એ ધ્યાનમાં રાખવાનું છે કે મૃત્યુ સમયે EPFO ​​સભ્ય EPF યોજનાનો સક્રિય સભ્ય હોવો જોઈએ.

3. એ જ રીતે, EPFO ​​સભ્યએ પણ તેના PF ખાતામાં નોમિનીનું નામ દાખલ કરવાનું હોય છે. માત્ર નોમિની જ સભ્યના નાણાંનો દાવો કરવા માટે હકદાર હશે. જો કોઈ સભ્ય ઈચ્છે તો તે એક કરતાં વધુ નોમિની નોંધણી કરાવી શકે છે અને તેમની વચ્ચે શેર પણ નક્કી કરે શકે છે.

વીમાનો દાવો કેવી રીતે કરવો

આ માટે દાવેદાર અથવા નોમિનીએ યોગ્ય રીતે EDLI ફોર્મ 5IF ભરવું અને સબમિટ કરવું જોઈએ. દાવો ફોર્મ કંપની દ્વારા સહી અને પ્રમાણિત હોવું આવશ્યક છે. વીમાના નાણાં સીધા નોમિની અથવા કર્મચારીના કાનૂની વારસદારના બેંક ખાતામાં જમા થાય છે. EPF કમિશનરે દાવાની પ્રાપ્તિના 30 દિવસની અંદર દાવાની પતાવટ કરવી જરૂરી છે. નહિંતર, નોમિની વાર્ષિક 12 ટકાના વ્યાજ માટે હકદાર છે.

Published On - 4:52 pm, Mon, 24 October 22