AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pentagon Rubber IPO Listing: રોકાણકારોને 86 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું, શેરમાં બાદમાં નરમાશ દેખાઈ

Pentagon Rubber IPO Listing: : કન્વેયર બેલ્ટ બનાવતી કંપની પેન્ટાગોન રબરના આઈપીઓમાં રોકાણકારોએ ભારે રોકાણ કર્યું હતું અને એકંદરે આ ઈસ્યુ 106 કરતા વધુ વખત સબસ્ક્રાઈબ થયો હતો. હવે આજે તેણે NSE ના SME પ્લેટફોર્મ પર બોલ્ડ એન્ટ્રી કરી છે. તેના શેર IPO રોકાણકારોને 70 રૂપિયાના ભાવે ઈશ્યુ કરવામાં આવ્યા હતા

Pentagon Rubber IPO Listing: રોકાણકારોને 86 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું, શેરમાં બાદમાં નરમાશ દેખાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 11:22 AM
Share

Pentagon Rubber IPO Listing: : કન્વેયર બેલ્ટ બનાવતી કંપની પેન્ટાગોન રબરના આઈપીઓમાં રોકાણકારોએ ભારે રોકાણ કર્યું હતું અને એકંદરે આ ઈસ્યુ 106 કરતા વધુ વખત સબસ્ક્રાઈબ થયો હતો. હવે આજે તેણે NSE ના SME પ્લેટફોર્મ પર બોલ્ડ એન્ટ્રી કરી છે. તેના શેર IPO રોકાણકારોને 70 રૂપિયાના ભાવે ઈશ્યુ કરવામાં આવ્યા હતા અને હવે તે NSE SME પર 130 રૂપિયાથી શરૂ થયા છે એટલે કે લગભગ 86 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. જો કે, લિસ્ટિંગ પછી શેર્સ લપસી ગયા અને હાલમાં તે રૂ. 123.50 (Pentagon Rubbe Share Price)ની સર્કિટ પર છે એટલે કે IPO રોકાણકારોનો નફો થોડો નીચે આવ્યો છે.

પેન્ટાગોન રબર IPO 106 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો

પેન્ટાગોન રબરનો રૂ. 16.17 કરોડનો IPO 26 જૂનથી 30 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. એકંદરે, ઇશ્યૂ 106.20 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (QIBs) નો આરક્ષિત ભાગ 27.62 વખત, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) ભાગ 153.33 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 170 ગણો હતો. આ ઈસ્યુ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુના 23.10 લાખ નવા ઈક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવ્યા છે. નવા શેરો દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની દ્વારા કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

જાણો પેન્ટાગોન રબર કંપની વિશે

કંપની રબર કન્વેયર બેલ્ટ, ટ્રાન્સમિશન બેલ્ટ, રબર શીટ અને એલિવેટર બેલ્ટનું ઉત્પાદન કરે છે. તેનો પ્લાન્ટ પંજાબમાં ચંદીગઢથી 25 કિમી દૂર ડેરા બસીમાં છે. કન્વેયર બેલ્ટિંગ પ્રેસના સંદર્ભમાં તે દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને એક સમયે 21 મીટરનું ઉત્પાદન કરે છે. તે વાર્ષિક 300 ચોરસ કિલોમીટરથી વધુ કન્વેયર રબર બેલ્ટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2023 સિવાય તેના નફામાં સતત વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2020માં, તેનો ચોખ્ખો નફો રૂ. 93.81 કરોડ હતો, જે આગામી નાણાકીય વર્ષમાં વધીને રૂ. 1.10 કરોડ થયો હતો, જે પછી નાણાકીય વર્ષ 2022માં રૂ. 3.09 કરોડે પહોંચ્યો હતો. જો કે, નફાની આ ગતિ અટકી ગઈ અને છેલ્લા નાણાકીય વર્ષ 2023માં તેનો ચોખ્ખો નફો ઘટીને 2.16 કરોડ રૂપિયા થઈ ગયો છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">