Pensioners માટે કોરોનાકાળમાં સરકારે આ નિયમ દૂર કર્યો,જાણો કરોડો પેન્શનર્સ સંદર્ભે શું નિર્ણય લેવાયો?

|

May 24, 2021 | 8:30 AM

પેન્શન (Pension) મેળવનારા વૃદ્ધોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate) મેળવવા અંગે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે.

Pensioners માટે કોરોનાકાળમાં સરકારે આ નિયમ દૂર કર્યો,જાણો કરોડો પેન્શનર્સ સંદર્ભે શું નિર્ણય લેવાયો?
symbolic image

Follow us on

પેન્શન (Pension) મેળવનારા વૃદ્ધોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate) મેળવવા અંગે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જીવન પ્રમાણ (Jeevan Pramaan) પત્ર ડિજિટલી મળે તે માટે પેન્શનરો માટે આધાર (Aadhaar) ની અનિવાર્યતા હટાવી દેવાઈ છે. સરકારે તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુશન એપ્લિકેશન SANDES અને સાર્વજનિક કાર્યાલયોમાં લાઈફ સર્ટિફિકેટ માટે આધાર પ્રમાણીકરણને સ્વૈચ્છિક કર્યું છે.

પહેલા પેન્શનર્સએ લાઇફ સર્ફિફિકેટ્સ માટે સ્વયં હાજર રહેવાની જરૂર પડતી હતી જે તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમસ્યા હતી. મસ્મ્યથી રાહત આપવા માટે મોદી સરકારે 2014 માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રોસેસની શરૂઆત કરી હતી. જુના નિયમોમાં પેન્શનર્સએ પેંશન જારી કરનાર સંસ્થા સમક્ષ હાજર થવું પડતું હતું. બીજા વિકલ્પ એ હતો કે તે લોકોની વહીવટીતંત્ર પાસે સર્ટીફિકેટ્સની ખરાઈ પછી પ્રમાણપત્ર મળતું હતું

પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શરૂ કરાયું
પેન્શનરો માટેનું જીવન પ્રમાણપત્ર ત્યારે શરૂ થયું હતું જ્યારે ઘણા વડીલોએ તેમના અસ્તિત્વની સત્યતા માટે પેન્શન મેળવવા માટે લાંબી મુસાફરી કરીને પેન્શન વિતરક એજન્સી સમક્ષ હાજર થવું પડ્યું હતું.આ ઉપરાંત તેમણે જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી લાઇફ સર્ટિફિકેટ લાવવું પડતું હતું અને પેન્શન વિતરક એજન્સીમાં જમા કરાવવું પડ્યું હતું. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની સુવિધા મળ્યા પછી પેન્શનરોએ સંબંધિત સંસ્થા અથવા એજન્સી સમક્ષ હાજર થવા લાંબી મુસાફરી કરવાની આવશ્યકતામાંથી છૂટકારો મેળવ્યો છે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઘણા પેન્શનરોએ હવે આ મામલે ફરિયાદ કરી છે કે આધારકાર્ડના અભાવને લીધે તેમને પેન્શન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા તેમના અંગૂઠાની છાપ મેળ ખાતી નથી. આ માટે કેટલાક સરકારી સંગઠનોએ 2018 માં વૈકલ્પિક માર્ગ લીધો હતો હવે જારી કરાયેલા જાહેરનામાં દ્વારા આધારને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવા માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે.

SANDES એપ્લિકેશનમાં આધાર વૈકલ્પિક બન્યો
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા વિકસિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુશન સેન્ડ્સ એપ્લિકેશનના વપરાશકારો માટે આધારને વૈકલ્પિક બનાવ્યો છે. SANDESમાં આધાર પ્રમાણીકરણ સ્વૈચ્છિક ધોરણે છે અને ચકાસણીના વૈકલ્પિક માધ્યમ પ્રદાન કરશે.

Next Article