જો તમે પાકતી મુદત પહેલા FD તોડશો તો ચૂકવવો પડશે દંડ, આ બેંકે પેનલ્ટી ચાર્જમાં વધારો કર્યો

|

Jul 18, 2022 | 7:47 AM

બેંકે કહ્યું છે કે, 5 જુલાઈ, 2019 થી 9 મે, 2021 સુધીના સમયગાળા માટે યસ બેંક બુકિંગ અથવા એફડી રિન્યૂ કરાવનારા કર્મચારીઓ માટે ઉપરોક્ત નિયમો અનુસાર પ્રિમેચ્યોર પેનલ્ટી લાગુ થશે.

જો તમે પાકતી મુદત પહેલા FD તોડશો તો ચૂકવવો પડશે દંડ, આ બેંકે પેનલ્ટી ચાર્જમાં વધારો કર્યો
yes bank

Follow us on

જો તમારું યસ બેંક(Yes Bank)માં ફિક્સ ડિપોઝીટ ખાતું(FD Account) છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આ બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે જો FD  સમય પહેલા તોડશો તો હવે વધુ દંડ ભરવો પડશે. દંડ પહેલા પણ લેવાતો  હતો પરંતુ હવે તેની રકમ વધારી દેવામાં આવી છે. FD ના સમય પહેલા ઉપાડને પ્રિ મેચ્યોર વિડ્રોલ કહેવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે ગ્રાહક કોઈ તાકીદના કારણોસર પાકતી મુદત પહેલા તેનું એફડી ખાતું બંધ કરી દે છે અને તેમાં જમા થયેલા પૈસા લેવા માંગે છે. તેમના પોતાના સ્તરે, દરેક બેંક અથવા ફાઇનાન્સ કંપની સમય પહેલા ઉપાડ પર દંડ વસુલે છે.

યસ બેંકે કહ્યું છે કે FD ના સમય પહેલા ઉપાડ માટે દંડનો નવો નિયમ 9 ઓગસ્ટ, 2022 થી લાગુ થશે. જો FD 181 દિવસ પહેલા તૂટી જાય છે અથવા બંધ થઈ જાય છે, તો પેનલ્ટી ચાર્જ 0.50 ટકા સુધી હશે. અગાઉ દંડની રકમ 0.25 ટકા હતી જે વધારીને 0.50 ટકા કરવામાં આવી છે. જો સમય પહેલા ઉપાડનો સમયગાળો 182 કે તેથી વધુ છે તો દંડની રકમ 0.75 ટકા હશે. અગાઉ આ દંડ 0.50 ટકા હતો તેમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. યસ બેંકના જણાવ્યા અનુસાર જો કોઈ વરિષ્ઠ નાગરિક ગ્રાહક FDનો સમય પહેલા ઉપાડ કરે છે તો તેના પર કોઈ દંડ લાગશે નહીં.

દંડ કેટલો ભરવો

યસ બેંકે કહ્યું છે કે જો ગ્રાહક સમય પહેલા ડિપોઝિટ ઉપાડી લે છે તો ડિપોઝિટની તારીખ અને જેટલા દિવસો માટે પૈસા જમા કરાવ્યા હતા તેના પરનો વ્યાજ દર વ્યાજમાં ઉમેરવામાં આવશે. ડોમેસ્ટિક અને એનઆરઓ ડિપોઝિટના કિસ્સામાં જો બુકિંગની તારીખથી 7 દિવસની અંદર ડિપોઝિટ સમય પહેલા ઉપાડવામાં આવે તો કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. NRE/FCNR ડિપોઝિટના કિસ્સામાં, જો બુકિંગની તારીખથી 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં NRE/FCNR ડિપોઝિટ અકાળે ઉપાડવામાં આવે તો કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

દંડ પર વ્યાજ

દરેક વ્યક્તિગત અને બિન-વ્યક્તિગત ગ્રાહકને અકાળ દંડ ચૂકવવો પડશે. બેંકે કહ્યું છે કે, 5 જુલાઈ, 2019 થી 9 મે, 2021 સુધીના સમયગાળા માટે યસ બેંક બુકિંગ અથવા એફડી રિન્યૂ કરાવનારા કર્મચારીઓ માટે ઉપરોક્ત નિયમો અનુસાર પ્રિમેચ્યોર પેનલ્ટી લાગુ થશે. યસ બેંકના કર્મચારીઓ માટે 10મી મે 2021ના રોજ અને તે પછી બુક કરાયેલ FD બુકિંગ/રીન્યુઅલ માટે કોઈ સમય પહેલાનો દંડ લાગુ થશે નહીં. FDમાંથી સમય પહેલા પૈસા ઉપાડવા માટે પેનલ્ટી વ્યાજ પણ ચૂકવવું પડશે. એટલે કે દંડની સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે.

Published On - 7:47 am, Mon, 18 July 22

Next Article