Paytm IPO : IPO પહેલાં કંપની 12 હજાર કરોડના નવા શેર ઇશ્યૂ કરશે, માર્કેટ વેલ્યુ 2 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક

Paytm IPO: Paytmના મોસ્ટ અવેટેડ IPO પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહયા છે. મળતી માહિતી મુજબ Paytmની પેરેન્ટ કંપની One97 Communications Ltd ઇનિશિયલ પબ્લિક ઓફર લાવતાં પહેલાં 12000 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જારી કરશે.

Paytm IPO :  IPO પહેલાં કંપની 12 હજાર કરોડના નવા શેર ઇશ્યૂ કરશે, માર્કેટ વેલ્યુ 2 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક
Paytm IPO
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 8:23 AM

Paytm IPO: Paytmના મોસ્ટ અવેટેડ IPO પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહયા છે. મળતી માહિતી મુજબ Paytmની પેરેન્ટ કંપની One97 Communications Ltd ઇનિશિયલ પબ્લિક ઓફર લાવતાં પહેલાં 12000 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જારી કરશે. માનવામાં આવે છે કે કંપની નવેમ્બર અથવા ડિસેમ્બરના અંત સુધીમાં IPO લાવશે

12 જુલાઇએ One97 Communications Ltd દ્વારા એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) નું આયોજન કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રૂપિયા 12000 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ સિવાય આ બેઠકમાં કંપનીના સ્થાપક વિજય શેખર શર્માના પ્રમોટર સ્ટેટસને હટાવવાની મંજૂરી પણ આપી શકાય છે. સેબી દ્વારા કોઈપણ કંપનીની લિસ્ટિંગ માટે આ જરૂરી છે.

22 હજાર કરોડનો IPO લાવવાની તૈયારીઓ Paytm આ દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં IPOના માધ્યમથી આશરે રૂ 22,000 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને Paytm બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કંપનીનું લક્ષ્ય છે કે આ IPOમાં તેના આખા સાહસનું માર્કેટ વેલ્યુ 2 લાખ કરોડથી ઉપર આંકવામાં આવે. આનાથી હાલના રોકાણકારોને તેમના કેટલાક શેર વેચવાની તક પણ મળશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

નુકસાનમાં થયો ઘટાડો કંપનીનું કન્સોલિડેટેડ નુકસાન નાણાકીય વર્ષ 2020-21 માટે ઘટાડા સાથે રૂ 1,704 કરોડ પર આવી ગયું છે. કંપનીનું નુકસાન સતત બીજા નાણાકીય વર્ષમાં ઘટ્યું છે. કંપનીના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2019-20માં કંપનીને 2,943.32 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ દરમિયાન કંપનીની કુલ આવક વર્ષ 2020-21માં લગભગ 10 ટકા ઘટીને 3,186 કરોડ રૂપિયા થઈ છે જે અગાઉના વર્ષ 2019-20 માં 3,540.77 કરોડ રૂપિયા હતી.

કંપનીમાં કોની છે હિસ્સેદારી આ દેશનો સૌથી મોટો IPO હોઈ શકે છે. પેટીએમના શેરધારકોમાં અલીબાબાના એન્ટ ગ્રુપ (29.71 ટકા), સોફ્ટબેંક વિઝન ફંડ (19.63 ટકા), સૈફ પાર્ટનર્સ (18.56 ટકા), વિજય શેખર શર્મા (14.67 ટકા) નો સમાવેશ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">